પોક્સોના ગુનાનો આરોપી ઝડપાયો
પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કાર તથા પોક્સોના ગુનામાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા 03 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. સુરતના પલસાણા પોલીસ મથકની હદમાં સગીરા પર દુષ્કર્મ બનાવ સામે આવ્યો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન સગીરાને હોસ્પિટલ લઇ જવાતા 03 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલો પલસાણા પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન આરોપી શુભમસિંગ ધર્મેન્દ્રસિંગ રાજપૂત [ઉં.24]ને કારેલી ગામ ખાતે ઊભો હોવાની પોલીસને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાતમીના આધારે પલસાણા પોલીસ સ્થળ પર જઈને આ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોક્સોના ગુનામાં આરોપીને પોલીસે ઝડપી
ધામરોડ ગામ નવી નગરીમાં ઝાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કોસંપા પોલીસે છાપો મારી 8 શખ્સને જુગાર રમતા આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસે બનાવના સ્થળેથી 25 હજાર રોકડા, 15 હજાર કિંમતના ત્રણ મોબાઇલ મળી પોલીસે કુલ 40 હજારનો મુદ્દામાલ કબજે કરી (1) અનીલકુમાર વિજયભાઈ વસાવા, (2) વિજયકુમાર ભાણાભાઈ વસાવા, (3) વિશાલકુમાર બાબુભાઈ વસાવા, (4) અનિલકુમાર જયંતિભાઈ વસાવા, (5) વિઠ્ઠલભાઈ જામલભાઈ વસાવા (તમામ રહે. ધામરોડ ગામ, તા. માંગરોળ), (6) અકબર હસન દીવાન, (7) સઇદ નઈમ ખાન, (8) મનીષ પ્રતાપભાઈ વસાવા (તમામ રહે. જૂના કોસંબા, તા. માંગરોળ)ની ધરપકડ કરી હતી.