back to top
Homeગુજરાતપ્રાકૃતિક કૃષિ પરિસંવાદ:પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ:પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા આત્મા પ્રોજેક્ટ દ્વારા કેશવ એગ્રોટેક, મટોડા, ખેડબ્રહ્મા ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ રાજયસભાના સાંસદની અધ્યક્ષતા અને લોકસભાના સાંસદની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી પોતાના ઘરે જ મળી રહે તેવા આશય સાથે આત્મા દ્વારા તૈયાર કરેલ વર્ષ 2025ના પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી સાથેના કેલેન્ડરનું મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી વિમોચન કરવામાં આવ્યું હતું. લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાએ ખેડૂતોને પોતાના પરિવાર પુરતુ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેર મુક્ત ખોરાક આરોગવા સૌને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષા રમીલાબેન બારા દ્વારા ખેડબ્રહ્મા અને પોશિના તાલુકાના ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી શા માટે આજના સમયની તાતી જરૂરિયાત છે તેમજ તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખુબ જ ઉંડાણપુર્વકની માહિતી પુરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમમાં અન્ય મહેમાન તરીકે કે.એસ.પટેલ મહેસાણા વિભાગ, સાબરકાંઠા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત પેદાશોના તેમજ ફાર્મ મીકેનાઈઝેશન,માઈક્રો ઈરીગેશન સિસ્ટમ વગેરેના સ્ટોલનું આયોજન તેમજ ડ્રોન પધ્ધતિનો લાઈવ ડેમો કાર્યક્રમના સ્થળે ગોઠવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments