કૉપિરાઇટ ભંગના કેસમાં પુરાવાના અભાવ અને ફરિયાદી પક્ષના હાજર નહિ રહેતા સુરતની કોર્ટમાં પાંચ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ કેસમાં પોલીસે ભાગાતળાવ વિસ્તારમાં દરોડા પાડી રૂ. 1.23 કરોડના ડુપ્લીકેટ ચશ્માના જથ્થા સાથે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસે દરોડા દરમિયાન આરોપી રાયચંદ જૈન, ગજેન્દ્ર જૈન, અનિલ જૈન, પિમૃબિહારી અને રોહિત ગર્ગની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદી કંપનીના પ્રતિનિધિએ કૉપિરાઇટનો ભંગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રાયલ દરમિયાન ખામીઓ ફરિયાદી હાજર ન થયો
ફરિયાદી કંપનીના પાવરદાર વારંવાર નોટિસ અને વોરંટ જારી કરવા છતાં કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યાં. પુરાવાની અછત
ટ્રાયલ દરમિયાન પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ પૂરાવાઓમાં કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કે પેટન્ટનું પ્રમાણ રજૂ કરાયું નહોતું. પંચોનું સમર્થન ન મળ્યું
પોલીસે જે પંચોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા તેમણે ફરિયાદ પક્ષના દાવાને સમર્થન આપવાનું ટાળ્યું. બચાવ પક્ષની દલીલો
આ કેસમાં બચાવ પક્ષના એડવોકેટ રાજેશ ઠાકરિયાએ દલીલ કરી કે ફરિયાદી પક્ષ દ્વારા પૂરતા પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી, જેથી આરોપીઓને આરોપમુક્ત કરવાનો દાવો કર્યો. કોર્ટએ ફરિયાદી તરફથી પુરાવાઓ અને હાજરીના અભાવને કારણે પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.