અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકને રોકીને મેમો નહિ આપીને લાંચ લેવામાં આવતી હોવાની અનેક ફરિયાદ મળી હતી. જેને લઈને કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક ચોકી પાસે એસીબી દ્વારા ડીકોય ગોઠવામાં આવી હતી. આ દરમિયાનનો પાર્કિંગમાં પાર્ક કરેલું વાહન લેવા માટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ 400 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઇસન્સ, નો પાર્કિંગ, પિયુસી, હેલ્મેટ, રોંગ સાઈડ સહિતના જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપીને 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેને લઇને ACB દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક ડીકોયનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીકોયરનું વાહન નો પાર્કિંગમાં મૂકવામાં આવ્યું હતું. ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશ પટણીએ વાહન આપવા માટે 500 રૂપિયાની લાંચ માંગ આવી હતી. રકઝકના અંતે 400 રૂપિયા લાંચ લેતાં કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ACBએ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.