યુ. એસ.માં ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. સેવાભાવી પવૃત્તિના કારણે પલસાણાના મુકેશ પટેલને યુ. એસ ગવર્નરે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ આપ્યો છે. વતન પલસાણાના એના ખાતે આવેલા મુકેશ પટેલનું સમ્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં એક કહેવત છે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદા કાળ ગુજરાત. આવું જ કઈ સુરતના પલસાણા તાલુકાના એના ગામના ખેડૂત પુત્રએ સાબિત કરી આપ્યું છે. આમ તો 1996થી યુ.એસ.માં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ પટેલે યુ.એસ.ને પોતની કર્મભૂમિ માની સેવાકીય પવૃત્તિ કરી. ત્યાંના વિદ્યાર્થીઓને મદદ સહિત અનેક સેવાકીય કાર્ય કરવા બદલ યુ.એસ.નું સર્વોચ્ચ સમ્માન એટલે કે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડથી સમ્માન કરવામાં આવ્યું છે. હાલ મુકેશ પટેલ પોતાના વતન એના ગામે આવતા સરદાર પટેલ વિદ્યાલય ખાતે તેમનું ગ્રામજનો અને શાળાના સંચાલકો દ્વારા સમ્માન કર્યું હતું. મુકેશ પટેલે ગામ અને દેશનું નામ રોશન કર્યું છે.