back to top
Homeગુજરાતગોંડલ યાર્ડમાં ગોંડલિયાં મરચાંની 50 હજાર ભારીની આવક:યાર્ડ બહાર 4 કિમી વાહનોની...

ગોંડલ યાર્ડમાં ગોંડલિયાં મરચાંની 50 હજાર ભારીની આવક:યાર્ડ બહાર 4 કિમી વાહનોની કતાર, માવઠાના માર વચ્ચે પોષણક્ષમ ભાવો ન મળવાની પણ ફરિયાદ

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક નોંધાઈ છે. યાર્ડમાં એક જ દિવસમાં 40થી 50 હજાર ભારી મરચાની આવક થવા પામી છે. મરચાની આવક પહેલાં જ યાર્ડ બહાર 3થી 4 કિલોમીટર મરચા ભરેલાં વાહનોની કતારો જોવા મળી હતી. 20 કિલોના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા
ગોંડલિયું મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, સમગ્ર ગુજરાતમાં ગોંડલનાં તીખાં મરચાં વખણાય છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતનાં અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મરચાં ખરીદવા આવ્યા છે. જો કે મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા હતા. ગોંડલ પંથકમાં માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની પણ ફરિયાદ ઊઠી છે. વધારે પડતો વરસાદ થવાના કારણે પાકને નુકસાન પણ થયું છે: ખેડૂત
હડમતાળાના ખેડૂત કિશોર યાદવ જણાવે છે કે મારે મરચાનો પાક સારો એવો આવ્યો છે. વધારે પડતો વરસાદ થવાના કારણે પાકને નુકસાન પણ થયું છે. અંતે થોડો બગાડ બેઠો છે છતાં સારો પાક પણ થયો છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાના ભાવ સારા મળ્યા છે. 2751 રૂપિયા ભાવ આવ્યા છે. મને સારો એવો ભાવ મળ્યો છે અને વળતર મળે એવું લાગે છે અને ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે. બીજા પાક જેટલું વળતર માંડ માંડ મળે એવું છે, ખર્ચા વધી ગયા છે: ખેડૂત
પાટીદળના ખેડૂત દિલીપ વરસાણી જણાવે છે કે મેં મરચાનું વાવેતર કરેલું છે. મરચામાં હાલ નુકસાની ઝાઝી છે. 50% સારો ઉતારો છે અને 50% ફોરવર્ડ ઊતરે છે. હાલ મરચામાં બજાર નથી, બીજા પાક જેટલું વળતર માંડ માંડ મળે એવું છે, ખર્ચા વધી ગયા છે. આ વર્ષે મરચામાં વધારે ભીંસ જેવું લાગે છે. આ પહેલાં 2400 રૂપિયા જેવો ભાવ આવ્યો હતો અને ફોરવર્ડમાં તો ભાવ ડાઉન છે. ​​​​​1500થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા : યાર્ડ ચેરમેન
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લગભગ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનું મરચું વેચવા આવે છે. આજે 50 હજાર ભારી મરચાંની નોંધાઈ છે, અત્યારે મરચાના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના બોલાય છે. માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતમાંથી મરચાં ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે અને અમે પણ બધી કંપનીઓને ઇમેઇલ કર્યા છે. સૂકું અને સારું મરચું આવશે એમ થોડો ભાવમાં સુધારો થશે: યાર્ડ ચેરમેન
ભારતની ટોપ એક્સપોર્ટ કંપનીઓ અમેરિકા, UK જેવા દેશોમાં એક્સપોર્ટ કરતા હોય તે વેપારી જો અહીં મરચાં ખરીદવા આવે તો આપણા ખેડૂતો જે મહામહેનતે મરચાનું ઉત્પાદન તૈયાર લીધું છે એમને એમનો ભાવ સારો મળે. ગયા વર્ષમાં અને આ વર્ષમાં ઝાઝો ફરક નથી પણ અંદાજિત સરખો ભાવ દેખાઈ રહ્યો છે. જેમ જેમ મરચું સૂકું અને સારું મરચું આવશે એમ થોડો ભાવમાં સુધારો થશે. હાલ ગોંડલ યાર્ડમાં રેશમ પટ્ટો, ઘોલર મરચાં વધારે આવતાં હોય છે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરીએ છીએ મરચાં વેચવાની ઉતાવળના કરતા અને ખાસ કરીને મરચું સુકાવીને લઈ આવો. તેથી તમે જે મહેનત કરીને જે મરચું તૈયાર કર્યું છે એનો ભાવ સારો મળે. ઉપરાંત માર્કેટ યાર્ડમાં મરચાંની અઢળક આવક થતા હાલ પૂરતી મરચાંની આવક બંધ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments