અલ્લુ અર્જુનની પાવરપેક્ડ ફિલ્મ ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ વિશ્વભરમાં 1600 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ભારતમાં 19 દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન 1074.85 કરોડ રૂપિયા છે. આ દરમિયાન પુષ્પા જેવી એપિક ફિલ્મ બનાવનાર દિગ્દર્શક સુકુમારે ચાહકોને ચોંકાવી દીધા છે. હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં આઘાત જનક નિવેદન આપીને તેમણે સિનેમા છોડવાની વાત કરી હતી. આ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાઉથના સુપરસ્ટાર રામચરણ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે સુકુમારે આવું કેમ કહ્યું? સુકુમારનું આઘાતજનક નિવેદન
વાત એમ બની હતી કે, ઇવેન્ટમાં, સુકુમારને એક એવી વસ્તુનું નામ જણાવવા માટે કહેવામાં આવ્યું જે તે છોડવા માંગે છે. આના જવાબમાં દિગ્દર્શકે વિચાર્યા વિના કહ્યું- ‘સિનેમા’. બાય ધ વે, સુકુમારે આ બધું મજાકમાં કહ્યું હતું. તેમ છતાં, તેનો જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો ચોંકી ગયા. સુકુમારની બાજુમાં બેઠેલા રામચરણને પણ નવાઈ લાગી. રામચરણે હાથ વડે ઇશારો કરી ‘ના’ પાડી. પછી પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે,- સુકુમારે ફિલ્મ નિર્માણ છોડવું જોઈએ નહીં. સુકુમારનો આ વીડિયો જોયા બાદ યુઝર્સનું માનવું છે કે ડિરેક્ટર સંધ્યા થિયેટરમાં થયેલા વિવાદથી કંટાળી ગયા છે. તેથી જ તેણે ફિલ્મો છોડવાની વાત શરૂ કરી દીધી છે. એક યુઝરે લખ્યું- આનું સંપૂર્ણ કારણ અલ્લુ અર્જુન છે. બીજાએ કહ્યું- એવું લાગે છે કે ફિલ્મ અને અલ્લુ અર્જુનને લઈને રાજકીય વિવાદને કારણે સુકુમાર હતાશ થઈ ગયા છે. મોટાભાગના યુઝર્સે ડાયરેક્ટરના આવા શબ્દોનું કારણ અલ્લુ અર્જુનને માની લીધું છે. તે જાણીતું છે. નોંધનીય છે કે, 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ના સ્ક્રીનીંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. તેમનો 9 વર્ષનો પુત્ર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરવામાં આવી હતી.