back to top
Homeગુજરાત10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ:રેપકેસમાં જામીન પર...

10 વર્ષની બાળકી બાદ હવે 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ:રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકી આપી

ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શખસે દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર જ દુષ્કર્મ આચર્યું હતું. એ ઘટનામાં જામીન મળતાં તે બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધા પર દુષ્કૃત્ય આચરી મારી નાખવાની ધમકી આપી હતી. એક મહિનામાં બેવાર દુષ્કર્મ આચર્યું
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના શખસે તારીખ 15 અને 22 ડિસેમ્બરે બેવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાકધમકીનો ગુનો દાખલ કર્યો છે. આરોપીએ અગાઉ પણ આ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું: DySP
આ અંગે જંબુસર ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે આ આરોપીએ દોઢ વર્ષ પૂર્વે આ વૃદ્ધા પર જ દુષ્કર્મ કર્યું હતું અને એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. એ કેસમાં આરોપીને થોડા દિવસ અગાઉ જ જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઇ છે. 10 વર્ષની માસૂમનું સોમવારે મોત થયું
16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં દાખલ હતી, જેને સોમવારે બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. માસૂમ 8 દિવસ મોત સામે લડી
ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરિણામે, બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો. આમ, ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેકન્ડ સુધી સતત મરતી રહી હતી. રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવદેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો. ગુજરાતની નિર્ભયા સાથે શું શું થયું એ સમગ્ર ઘટના વાંચવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments