back to top
Homeસ્પોર્ટ્સઆજથી IND Vs AUS બોક્સિંગ-ડે ટેસ્ટ:ગિલનું રમવાનું નક્કી નથી; ઝડપી પિચ પર...

આજથી IND Vs AUS બોક્સિંગ-ડે ટેસ્ટ:ગિલનું રમવાનું નક્કી નથી; ઝડપી પિચ પર કાંગારૂ પેસર્સ ખતરનાક સાબિત થઈ શકે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ આજથી મેલબોર્નમાં રમાશે. 5 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતે પ્રથમ મેચ 295 રને અને બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી હતી. જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે કેએલ રાહુલ નંબર-3 પર મેદાનમાં ઉતરી છે. આઉટ ઑફ ફોર્મ શુભમન ગિલનું રમવાનું નિશ્ચિત નથી. એટલું જ નહીં ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સ્પિનરો સાથે ઉતરી શકે છે. પ્રથમ રવીન્દ્ર જાડેજા અને બીજો વોશિંગ્ટન સુંદર હોઈ શકે છે. મેચની ડિટેઇલ્સ તારીખ- 26મી ડિસેમ્બર વેન્યૂ: મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ સમય- ટૉસ- 4:30 AM, મેચ શરૂ- 5:00 AM અહીં બોલેન્ડે ડેબ્યૂ ટેસ્ટમાં 6 વિકેટ લીધી હતી
સ્કોટ બોલેન્ડે મેલબોર્નમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે તે મેચમાં 7 રન આપીને 6 વિકેટ લીધી અને ઇંગ્લેન્ડ પાસેથી જીતની રમત છીનવી લીધી. બોલેન્ડે સિરીઝની બીજી ટેસ્ટ (પિંક બોલ)માં ભારત સામે 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જોશ હેઝલવુડની જગ્યાએ રમ્યો હતો અને MCGમાં હેઝલવુડ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. બોલેન્ડને મેલબોર્નની ઝડપી પિચ પર પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કનો પણ સપોર્ટ મળશે. ઓવરઓલ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયા આગળ રોહિત છેલ્લી 2 મેચમાં નંબર-6 પર ઉતર્યો
રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તે બીજી ટેસ્ટમાં ઓપનર તરીકે ફરવાનો હતો, પરંતુ કેએલ રાહુલે પર્થમાં 77 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં કેપ્ટને પોતાનો બેટિંગ ઓર્ડર બદલવો પડ્યો. જોકે, તે ત્રણ ઇનિંગમાં માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ રાહુલે ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 84 રન બનાવીને ટૉપ ઓર્ડરમાં પોતાનો દાવો મજબૂત કર્યો હતો. બુમરાહ સિરીઝનો હાઇએસ્ટ વિકેટ-ટેકર
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 21 વિકેટ લીધી છે. તે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જ્યારે કેએલ રાહુલ ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેના પછી વિરાટ કોહલીએ 126 રન બનાવ્યા છે. હેડ સિરીઝનો ટૉપ સ્કોરર
ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી બે મેચમાં બે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ સિરીઝનો ટોપ સ્કોરર છે. બોલિંગમાં મિચેલ સ્ટાર્કે ટીમ માટે સૌથી વધુ 14 વિકેટ લીધી છે. 26મી ડિસેમ્બરે રમાતી મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કેમ કહેવામાં આવે છે?
ક્રિકેટમાં ‘બોક્સિંગ-ડે ટેસ્ટ’ શબ્દનો ઉદ્દભવ 1892માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક મેચમાંથી થયો હતો. ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં 26 ડિસેમ્બરે રમાતી ટેસ્ટને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે બોક્સિંગ ડેનો બોક્સિંગ સાથે કોઈ સંબંધ હશે, પરંતુ એવું નથી. હકીકતમાં, ક્રિસમસ પછીના દિવસ (25 ડિસેમ્બર)ને ઘણા દેશોમાં બોક્સિંગ ડે કહેવામાં આવે છે. 25મી ડિસેમ્બરે તહેવાર દરમિયાન મળેલી ભેટોના બોક્સ બીજા દિવસે 26મી ડિસેમ્બરે ખોલવામાં આવે છે. તેથી જ આ દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકન દેશોમાં તેને ઉજવવાની વધુ પરંપરા છે. વિશ્વમાં વિવિધ સ્થળોએ અલગ અલગ થિયરી છે. થિયરી-1: ક્રિસમસ બોક્સ શું છે?
ક્રિસમસના બીજા દિવસે, લોકો એકબીજાને ક્રિસમસ બોક્સ ભેટ આપે છે. બોક્સિંગ ડે નાતાલની રજા પછી અઠવાડિયાનો પ્રથમ દિવસ છે. અગાઉ આ દિવસે ઘણા લોકો કામ પર જતા હતા અને તેમના બોસ તેમને ક્રિસમસ બોક્સ ભેટ આપતા હતા. એવું માનવામાં આવે છે કે તેથી જ આ દિવસને બોક્સિંગ ડે નામ આપ્યું હતું. થિયરી-2: ક્રિસમસ પર બોક્સ ચર્ચમાં રાખવામાં આવે છે
બોક્સિંગ ડે સંબંધિત અન્ય વધુ એક થિયરી છે. કહેવાય છે કે ક્રિસમસ દરમિયાન ચર્ચમાં એક બોક્સ રાખવામાં આવે છે. આ બોક્સમાં લોકો ગરીબો અને જરૂરિયાતમંદો માટે ભેટો રાખે છે. નાતાલના બીજા દિવસે, તે બોક્સ ખોલવામાં આવે છે અને દાનમાં આપેલ સામાન ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચવામાં આવે છે. પિચ રિપોર્ટ
ફાસ્ટ બોલરોને સામાન્ય રીતે મેલબોર્નમાં મદદ મળે છે. પિચ ક્યુરેટર મેટ પેજે કહ્યું કે, મેલબોર્નની પિચ છેલ્લા કેટલાક વર્ષો જેવી જ હશે. બોલ અને બેટ વચ્ચે સમાન મુકાબલો જોવા મળશે. પિચ પર આશરે 6 મીમી ઘાસ છોડશે. ટૉસનો રોલ
મેલબોર્નમાં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ 2018થી અહીં 6 ટેસ્ટ રમી છે, જેમાં 4માં જીત અને 2માં હાર થઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમ પણ 3 વખત જીતી હતી અને પ્રથમ બોલિંગ કરનારી ટીમ પણ 3 વખત જીતી હતી. અત્યાર સુધી અહીં 116 મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 57 મેચ જીતી છે. પહેલા બોલિંગ કરનારી ટીમ માત્ર 42 મેચ જીતી શકી છે. વેધર કંડિશન
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે હવામાન ખૂબ જ ગરમ રહેશે. હવામાન વેબસાઈટ એક્યૂવેધર અનુસાર, 26 ડિસેમ્બરે મેલબોર્નમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ દિવસે અહીં તાપમાન 14 થી 37 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમ
ભારતની સંભવિત પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ. ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11: પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments