કાંકરિયા કાર્નિવલની આજથી શરૂઆત
અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે. સાત દિવસ ગીતા રબારી, કિંજલ દવે સહિતના કલાકારો પર્ફોર્મ કરશે. ઓખા જેટી પર ક્રેન તૂટતાં ત્રણ મજૂરનાં મોત
દ્વારકાના ઓખા જેટી પર ક્રેન તૂટતાં ત્રણ શ્રમિકનાં મોત નીપજ્યાં. કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમિયાન મજૂરો નીચે દબાઈ પાણીમાં પડી જતાં મોતને ભેટ્યા. આવતીકાલથી ત્રણ દિવસ માવઠાંની આગાહી
આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યમાં માવઠાંની આગાહી છે. વાદળો હટતાં જ સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો. રાજકોટવાસીઓ 9 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા. ‘પેરેન્ટ્સે મારી જિંદગી નરક કરી દીધી’- દીકરી
ઈસ્કોન મંદિર પર પિતાએ દીકરીના બ્રેઇનવોશનો આક્ષેપ કર્યો હતો. આજે દીકરીએ વીડિયો બનાવી પિતાના આક્ષેપોને ફગાવ્યા. એટલું જ નહીં, પોતે મરજીથી લગ્ન કર્યા હોવાના અને માતા-પિતાએ જીવતી સળગાવી દેવાની અને ગોળી મારી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો. 24 વર્ષીય યુવકે હોટલમાં આત્મહત્યા કરી
જૂનાગઢની હોટલમાં 24 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે. યુવક કોઈ યુવતી સાથે હોટલમાં ગયો હતો. યુવતીના ગયા બાદ યુવકે આત્મહત્યા કરી લીધી. મૃતકના પરિવારે તપાસની માગ કરી. સિરિયલ કિલર ભૂવા સામે ટ્રિપલ મર્ડરની ફરિયાદ
સિરિયલ કિલર ભૂવા સામે ટ્રિપલ મર્ડરની ફરિયાદ નોંધવામાં આવી. માતા-પિતા અને દીકરીની હત્યા કરી તેમની લાશો ભૂવા નવલસિંહે દૂધરેજ નર્મદા કેનાલમાં ફેંકી હતી, પોલીસે તપાસ હાથ ધરી. બાબા સાહેબની નવી પ્રતિમાનું અનાવરણ કરાયું
ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થતાં ધરણાં પૂર્ણ કરાયા. પ્રતિમાનું નાક તોડનારા 2 આરોપીનું સરઘસ કાઢી પોલીસે સરઘસ કાઢી માફી મગાવી. પોલીસે ત્રણ ફરાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે. બૂટલેગરે પોલીસના ઘરમાં સંતાડ્યો દારૂનો જથ્થો
આણંદમાં બૂટલેગરે પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં સંતાડ્યો ત્રણ લાખથી વધુની કિંમતનો દારૂ. કોન્સ્ટેબલે બૂટલેગર સાથેની ભાઈબંધીમાં તેની મદદ કર્યાનું રટણ કર્યું. એલસીબીએ કોન્સ્ટેબલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલીમાં 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો. બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, ત્યારે તેને 500 મીટર ઢસડી જઈ દીપડાએ શિકાર કર્યો..પરિવારને માત્ર બાળકના અવશેષો હાથ લાગ્યા. છાતી પર મર્દનું ટેટૂ અને કામ નામર્દ જેવું
ગુજરાતના નિર્ભયાકાંડમાં વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો. આરોપીને સુરતની નવી સિવિલ ખાતે લઈ જઈ તેનો ટેસ્ટ કરાયો. આરોપીની છાતી પર મર્દ લખેલું ટેટૂ મળ્યું.