ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી છે. ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોસ્ટ ગાર્ડની નવી જેટી બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે દુર્ઘટના સર્જાતાં 3 લોકો ક્રેન નીચે દબાઈ ને પાણીમાં પડી ગયા હતા. જેમાં એન્જિનિયર, સુપર વાઈઝર તથા એક મજૂરનું મોત નીપજ્યું હતું. હાલ ત્રણ મજૂરના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર GMB કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જોકે અકસ્માતનું કારણ અકબંધ છે. પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના ઓખા ખાતે આવેલ જીએમબીની જેટી પર કામ ચાલતું હોય તે દરમિયાન ક્રેનનો એક ભાગ તૂટી પડતા ત્યાં ઉભેલા ત્રણ લોકો દટાઈ જતા મૃત્યુને ભેટ્યા હતા. દ્વારકાના ઓખા ખાતે આવેલ જીએમબીની જેટી પર કોસ્ટગાર્ડ દ્વારા પીલર બનાવવાનું કામ ચાલતું હોય આજે સવારે 11:00 કલાકે જેટી પર કાર્યરત ક્રેનનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને ક્રેન પાસે ઉભેલા બે એન્જિનિયર તથા એક મજૂર ક્રેન નીચે દબાઈ જતા તે ત્રણેયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અચાનક ક્રેન તૂટી પડતાં મજૂરો નીચે દબાઈને પાણીમાં પડ્યા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડ્યું હતું. એ તૂટવાને કારણે એની નીચે શ્રમિકો દબાઈ ગયા હતા. મૃત શ્રમિકોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ બાબતની જાણ કરાતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોનાં નામ
જિતેન્દ્ર ગોબરિયા ખરાડી (ઉં.વર્ષ 30, રહે. સલુંનીયા, જામવા, મધ્યપ્રદેશ)
નિશાંતસિંહ રામસિંહ (ઉં.વર્ષ 25, રહે. રતનપુર, ફુરખાબાદ, યુપી)
અરવિંદકુમાર મુરારીલાલ (ઉં.વર્ષ 25, રહે. નાગલા ગામ, ગંજડુડવાલા, યુપી)