માનવીની ક્રૂરતા એટલી હદે વધી ગઈ છે કે હવે પશુઓ પર પણ બળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરતા અટકતા નથી. તાજેતરમાં જ મુંબઈને અડીને આવેલા નાયગાંવમાં દોઢ મહિનાના ગલુડિયા પર બળાત્કારની ઘટના સામે આવી છે. આ વાતનો ખુલાસો ટીવી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કર્યો હતો. જયા ભટ્ટાચાર્યએ કહ્યું- અમે ડોગ રેસ્ક્યૂ એનજીઓ છીએ. ગયા ગુરુવારે નાયગાંવની એક યુવતીનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, નાયગાંવ નજીક તિમરી ગામની એક ચાલીમાં 24 વર્ષનો યુવક દોઢ મહિનાના કૂતરા પર સતત ત્રણ દિવસથી રેપ કરી રહ્યો છે. યુવતીએ જણાવ્યું કે યુવકનું આવું ઘૃણાસ્પદ વર્તન જોઈને તેણે પહેલા તેની માતાને આ અંગે ફરિયાદ કરી. છોકરાની માતાએ તેના પોતાના પુત્રની તરફેણ કરી અને કહ્યું કે ‘તે જે ઇચ્છે તે કરી શકે છે. હું મારા પુત્રને માનસિક વિકલાંગ કહીને મુક્ત કરાવીશ.’ જયા ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું,- ‘આ ઘટના ગત ગુરુવારે સાંજે બની હતી. શુક્રવારે જ્યારે અમે આ અંગે ફરિયાદ કરવા નાયગાંવ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે છોકરાએ ફરિયાદ કરનાર યુવતીને ધમકી આપી હતી. તે છોકરી નાયગાંવમાં એકલી રહે છે. ગુનેગાર છોકરાએ છોકરીને ધમકી આપી કે જો તે આ અંગે ક્યાંય ફરિયાદ કરશે તો તે તેની અને તેની માતા સાથે આવું જ વર્તન કરશે. એટલું જ નહીં તે જે બધા 10 કૂતરાઓને ખવડાવે છે તેને ઝેર આપી દેશે.’ ‘અમે નાયગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે, પરંતુ તેમ છતાં ગુનેગારને છોડી દેવામાં આવ્યો છે. અત્યારે અમે ચાર્જશીટની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેને આ રીતે છોડી દેવાના મૂડમાં નથી. વાત માત્ર આ ગલુડિયા વિશે નથી, પરંતુ તે બધા મૂંગા જીવો વિશે છે જેઓ માત્ર થોડા મહિનાના છે, જેઓ તેમની પીડા વ્યક્ત કરી શકતા નથી, જેઓ પોતાનો બચાવ કરી શકતા નથી. હું ગલુડિયાને મારા ઘરે લાવી છું. મારી મિત્ર એક પશુ ચિકિત્સક છે, તે ગલુડિયાની સારવાર કરી રહી છે.’ ‘દેશ બરબાદ થાય તે પહેલા અમે ન્યાયની માંગણી કરીએ છીએ અને શક્ય તેટલી વહેલી તકે તે ઇચ્છીએ છીએ. આજે સમાજ એટલો વિકૃત થઈ ગયો છે કે માણસો હવે પશુઓને પણ બક્ષતા નથી. આ વિકૃત માનસિકતા હવે અસહ્ય બની ગઈ છે.’ જયા ભટ્ટાચાર્યને ટેકો આપતા એક્ટ્રેસ શિબાની દાંડેકરે ગલુડિયા વિશે કહ્યું કે હું તેના માટે સલામત અને પ્રેમાળ ઘર શોધવામાં મદદ કરવા માગુ છું.’