જામનગરમાં બોલીવુડના સિતારાઓનું આગમન થયું છે. જામનગરમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારાઅલી ખાન, તેનો ભાઈ ઈબ્રાહિમખાન, ખુશી કપૂર, ઓરી, સિંગર હનીસિંહ, મિર્ઝાન જાફરી, અર્જુન કપુર અને અન્ય કેટલાક બોલિવૂડના સિતારાઓ આવી પહોંચ્યા છે. આ તમામ કલાકારો વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ અંગે મળતી માહિતી મુજબ, રિલાયન્સ રિફાઈનરીને 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અને ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે કંપની દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં પરર્ફોમન્સ આપવા માટે બોલિવૂડના આ તમામ કલાકારો જામનગર પધાર્યા હોઈ તેવી ચર્ચા હાલ ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ ઓફિસિયલી જાહેરાત થઈ નથી. આગામી દિવસોમાં વધુ કેટલાક બોલિવૂડ કલાકારો પણ જામનગર આવી શકે છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જામનગરમાં ફરી બોલિવૂડના સ્ટાર આવી પહોંચ્યા હતા. જેને લઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.