back to top
Homeભારતદેશ- દુનિયામાં નાતાલની ઉજવણી:ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી; ગાઝા-ઇઝરાયલ યુદ્ધના કારણે બેથલહેમમાં...

દેશ- દુનિયામાં નાતાલની ઉજવણી:ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી; ગાઝા-ઇઝરાયલ યુદ્ધના કારણે બેથલહેમમાં ઈસુનું જન્મસ્થળ ચર્ચ ઑફ ધ નેટિવિટીને શણગારાયું નથી

ક્રિસમસના જશ્ન માટે દેશ અને દુનિયાના ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. ચર્ચોમાં મોડીરાતની વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભારતમાં પણ ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં ક્રિસમસની ઉજવણીની તસવીરો સામે આવી છે. સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે પુરી બીચ પર ચોકલેટ અને રેતીમાંથી સાન્તાક્લોઝ બનાવ્યા હતા. તેમજ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કોલકાતામાં સૌથી પવિત્ર રોઝરીના કેથેડ્રલ ખાતે સામૂહિક પ્રાર્થનામાં ભાગ લીધો હતો. આ બધાની વચ્ચે ગાઝા-ઇઝરાયલ યુદ્ધના કારણે ભગવાન ઈશુના જન્મસ્થળ બેથલહેમમાં સતત બીજા વર્ષે ક્રિસમસની સામાન્ય રીતે ઉજવણી થઈ રહી છે. જન્મસ્થળ પર બનેલા ચર્ચ ઓફ ધ નેટીવીટીને પણ શણગારવામાં આવ્યું નથી. જુઓ વિશ્વભરમાંથી ક્રિસમસની ઉજવણીની તસવીરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments