કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના રાજીનામાની માંગ સાથે અનુસૂચિત જાતિ-જનજાતિ સમાજે આજે હોસ્પિટલ ચોકથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કરેલી વિવાદીત ટીપ્પણી સામે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના રાજીનામાની માંગણી કરી હતી.રેલીમાં અમરાવતી (મહારાષ્ટ્ર)ના ભંતે આનંદજી યુવા ભીમસેનાના ડી.ડી.સોલંકી, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી, દિનેશભાઈ પડાયા, વિનયસાગર અનિત્ય, પંકજભાઈ ચુડાસમા સહિતના આગેવાનો તેમજ અનુ.જાતિ અનુ.જાતિ-જનજાતિ સમાજના સદસ્યો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.આ અંગે યુવા ભીમસેનાના ડી.ડી.સોલંકી સહિતના આગેવાનોએ જણાવેલ છે કે સંસદમાં ચર્ચાસત્ર દરમિયાન ગત તા.17-12ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ડો.બાબાસાહેબ આંબેડકરનું નામ લઈ વિવાદીત ટીપ્પણી કરી ડો.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યુ છે જે ખૂબ જ ગંભીર બાબત છે જે નીંદનીય છે. આ રીતે દેશના રાષ્ટ્રીય મહાપુરૂષોનું અપમાન કરવું એ ગુનો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબનુ અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે. ગૃહમંત્રી અમીત શાહ દેશની જનતાની જાહેર માફી માંગે અને અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાવી કાર્યવાહી કરવામાં આવે તેવી આગેવાનોએ માંગણી ઉઠાવી હતી. ઉમિયાધામના મહોત્સવ માટે રાજકોટ એસ.ટી. વિભાગે એક્સ્ટ્રા 70 બસો મૂકી
જામજોધપુર તાલુકાના સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી માઁ ઉમીયા માતાજીના પ્રાગટય વર્ષની ઉજવણી નીમીતે યોજાયેલા શ્રી 1ા સતાબ્દી મહોત્સવનો આજે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્ર્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, પાટીદાર શ્રેષ્ઠીઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ અને લાખો ભાવિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો છે.માં ઉમીયા પ્રાગટયના સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે 25 થી 29 મી ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ડેપો ખાતેથી 70 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું હોવાનું રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું. રાજકોટમાં સુશાસન દિવસે પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક
ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યમાં સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આજે શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરીંગ કચેરી તરીકે પસંદ પામેલી ત્રણ સરકારી કચેરીનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ ખાતે સુશાસન દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે 11:00 કલાકથી શરૂ થઈ હતી. આ કાર્યક્રમમાં રાજકોટથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન – 2024 અંતર્ગત કચેરીમાં રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી તેમજ કચેરીઓમાં રેકર્ડ સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવ, ડેડ સ્ટોકનો નિકાલ વગેરે બાબતો અંગે શ્રેષ્ઠ ઈમર્જિંગ – એસ્પાયરિંગ કચેરી તરીકે ત્રણ કચેરી પસંદ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમે નાયબ પશુપાલન નિયામક – ઘનિષ્ઠ સુધારણાની કચેરી, બીજા ક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા ત્રીજા ક્રમે અધિક્ષક ઈજનેર-પી.જી.વી.સી.એલ.ની કચેરી પસંદગી પામી છે. આજે સુશાસન દિવસે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના હસ્તે અનુક્રમે નાયબ નિયામક-પશુપાલન ડો. એ.એમ. ડઢાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, તથા પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર જે.બી ઉપાધ્યાયને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. ઝોન -2 જગદીશ બાંગરવા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનર સી.કે. નંદાણી, નિવાસી અધિક કલેકટર આલોક ગૌતમ તેમજ અન્ય અધિકારીઓ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. આંતર યુનિવર્સિટી રમતોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ ભાગ લેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્લબના સભ્યો અને યુનિવર્સિટીના બિનશૈક્ષણીક કર્મચારીઓ ગુજરાત રાજય આંતર યુનિવર્સિટી યુનિવર્સિટી રમતોત્સવમાં ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ-ટેનીસ તથા ચેસની રમતોમાં ભાગ લેશે.તા. 26થી 28 સુધી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના યજમાનપદ હેઠળ રમતોત્સવનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્લબના સભ્યો અને યુનિવર્સિટીના બિનશૈક્ષણીક કર્મચારીઓ ગુજરાત રાજય આંતર યુનિવર્સિટી યુનિવર્સિટી રમતોત્સવમાં ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ-ટેનીસ તથા ચેસની રમતોમાં ભાગ લેવા જવાના હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયા તથા કુલસચિવ ડો. રમેશ પરમારે શુભેચ્છાઓ પાઠવી હતી.આ રમતોત્સવ આ વર્ષે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના યજમાનપદ હેઠળ યોજાશે. સમગ્ર ગુજરાતી તમામ સરકાર હસ્તકની યુનિવર્સિટીઓના કર્મચારીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે.આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી રીક્રીએશન ક્લબના પ્રમુખ બીશુભાઈ વાંક, મહામંત્રી ઈન્દુભા ઝાલા, ઉપપ્રમુખ જય ટેવાણી, અમીત પરમાર, સહમંત્રી હાર્દિક એરડા તથા કારોબારી સભ્યઓ રણજિતસિંહ ચાવડા, શુભેન્દુ લાંગડીયા, આશિષ વ્યાસ, હિરેન રાઠોડ તથા સુરેશ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.