સુરત પોલીસની ખોટી ઓળખ આપીને હનીટ્રેપ ગોઠવીને પૈસા પડાવી લેવાના બે ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો. આરોપી કતારગામ અને ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસની ખોટી ઓળખ આપી
આરોપીએ આજથી પાંચેક મહિના પહેલા તેના ભાઈ અમિત મશરૂ અને મિત્રો ઉમેશ પટેલ અને અલ્પેશ સાથે ભેગા મળીને એક વ્યક્તિને શરીર સુખ માણવાના બહાના હેઠળ આરોપી ઉમેશ પટેલના કતારગામ કહાન ફળિયા પાસે આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં બોલાવીને મંજુ નામની મહિલાના મેળાપીપણામાં 75 હજાર રૂપિયા સુરત પોલીસ તરીકે ખોટી ઓળખ આપી પડાવી લીધા હતા. આજથી સવા દોઢ મહિના તેણે પોતે તથા તથા ભાઈ અમિત મશરૂ અને ભાઈ અમિતના સાઢુભાઈ વિજય માળી અને અલ્પેશ પટેલ સાથે ભેગા મળીને પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટ પર ગ્રાહક બોલાવી એક મહિલાના મેળાપીપણામાં 5 લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી કઢાવી લીધા હતા. બાતમીના આધારે આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સતત આરોપીઓને શોધવા માટે વોચ ગોઠવી રહી આરોપી આજે સરથાણા વિસ્તારમાં હોવાની માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એલર્ટ થઈ ગઈ હતી.સરથાણા સ્વામીનારાયણ લકઝરી બસ પાર્કિંગ પાસેથી આરોપી સુમિતભાઈ મનસુખભાઈ મશરૂને ઝડપી પાડ્યો હતો. આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી.