back to top
Homeમનોરંજન'હાય ફેન્સ...', રાહાએ આપી ફ્લાઈંગ કિસ:રણબીરનો ચાર્મ અને આલિયાની ક્યૂટનેસ છલકાઈ, કપૂર...

‘હાય ફેન્સ…’, રાહાએ આપી ફ્લાઈંગ કિસ:રણબીરનો ચાર્મ અને આલિયાની ક્યૂટનેસ છલકાઈ, કપૂર પરિવારનું ક્રિસમસ સેલિબ્રેશન

આજે ક્રિસમસના દિવસે ઘણા સ્ટાર્સ સેલિબ્રેશનની તસવીરો શેર કરી રહ્યા છે. કપૂર પરિવારમાં ક્રિસમસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે. આ દિવસે આખો પરિવાર સાથે લંચ કરે છે. આ વખતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે દિવંગત એક્ટર શશિ કપૂરના ઘરે ક્રિસમસ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રીમા કપૂર અને રણધીર કપૂર સહિત આખો કપૂર પરિવાર ત્યાં મળ્યો હતો. આ સમય દરમિયાન રાહાએ તમામ લાઈમલાઈટ ચોરી હતી. રણબીર કપૂરના ખોળામાં દેખાઈ રાહા
ગયા વર્ષે ક્રિસમસના અવસર પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ચાહકોને તેમની દીકરીની પહેલી ઝલક બતાવી હતી. આ વર્ષે પણ તેણે ફેન્સને ગિફટ આપી અને ક્યૂટ રાહા સાથે પેપ્સ સામે આવ્યા હતા. રાહાને મીડિયાની સામે લાવતા પહેલા આલિયા ભટ્ટે રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ વધારે અવાજ ન કરતા, તે ડરી જશે. ત્યારબાદ રણબીર કપૂર પોતાની દીકરીને ખોળામાં લઈને આવ્યો હતો. રાહા પણ હસતી અને મીડિયા માટે પોઝ આપતી જોવા મળી હતી.
રાહાએ કહ્યું- ‘હાય ફેન્સ’
બેબી પિંક અને વ્હાઇટ ફ્રોકમાં રાહા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. જ્યારે આલિયા ભટ્ટ રેડ કલરના વન પીસમાં જોવા મળી હતી. પાપારાઝીની સામે આવીને રાહાએ હાથ હલાવ્યો અને કહ્યું, ‘હાય ફેન્સ’. આ પછી તેણે ફ્લાઈંગ કિસ પણ આપી. રાહા પિતાના ખોળામાં જ રહી નીચે ન ઉતરી. રણધીર કપૂર અને રીમા કપૂર
આ સિવાય રણધીર કપૂર અને રીમા કપૂર પણ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. રણધીર કપૂર રેડ ટી-શર્ટ અને સાન્તાની ટોપીમાં જોવા મળ્યા. રીમા કપૂર પણ પોતાના પરિવાર સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ સિવાય રિતુ નંદાની દીકરી નતાશા પણ પાર્ટીમાં જોવા મળી હતી. નવ્યા નવેલી અને અગસ્ત્ય નંદા જોડાયા
અમિતાભ બચ્ચનના પૌત્ર અને પૌત્રી- અગસ્ત્ય અને નવ્યા નવેલી પણ કપૂર પરિવાર સાથે લંચ માટે પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદાના મામા કપૂર પરિવારમાં છે. તે રાજ કપૂરની પુત્રી રિતુ નંદાનો પુત્ર છે. નવ્યા અને અગસ્ત્ય ઘણીવાર કપૂર પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપે છે. રાહાનો ચહેરો પહેલીવાર ક્રિસમસ પર દેખાડવામાં આવ્યો હતો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ક્રિસમસના અવસર પર પ્રથમ વખત ચાહકોને તેમની પુત્રી રાહાનો ચહેરો બતાવ્યો હતો અને ત્યારે રાહા લગભગ એક વર્ષની હતી. આ પછી રાહા પાપારાઝીના કેમેરામાં ખૂબ દેખાવા લાગી છે અને કેમેરા પ્રત્યે તેનું આકર્ષણ પણ ખૂબ જ દેખાઈ રહ્યું છે. રણબીર અને આલિયાનાં લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયાં હતાં. તેમની પુત્રી રાહાનો જન્મ 6 નવેમ્બરે થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments