અમદાવાદમાં વગર વરસાદે ભુવા પડવાથી રોડ બેસી જવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના વિજય ચાર રસ્તા બાદ હવે ફતેહવાડીમાં વધુ એક ભુવામાં કપચી ભરેલો ટ્રક ફસાયો હતો. ફતેહવાડી ટીપી 85 પાસે ટ્રક પસાર થતા જ રોડ બેસી ગયો હતો. ટ્રક તરફથી ઓછો થઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રોડ બેસી જવાના અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. વિજય ચાર રસ્તા પાસે થોડા દિવસ પહેલા પણ ભૂવો પડ્યો હતો. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના દેત્રોજ-ભંકોડા સેક્શનમાં સ્થિત રેલવે ક્રોસિંગ નં. 40 કિ.મી. 36/12-13 અતિ આવશ્યક સમારકામ માટે 27 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 8:30થી સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કટોસણ રોડ-દેત્રોજ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 39થી નાગરિકો અવરજવર કરી શકશે.