આમિર ખાને હાલમાં જ પોતાની ખરાબ આદતો વિશે જણાવ્યું છે. તેણે કહ્યું કે હવે તે માત્ર સ્મોક કરે છે, દારૂ પીવાનું બંધ કરી દીધું છે. એક્ટરે કહ્યું કે તે સમયને ત્યારે જ મહત્વ આપે છે જ્યારે તેની પાસે ફિલ્મ હોય. બાકી પોતાના અંગત જીવનમાં તે સમયને ખાસ મહત્ત્વ આપતો નથી. હું ખૂબ જ ઈનડિસિપ્લિન અને આળસુ છું – આમિર
નાના પાટેકર સાથે વાત કરતી વખતે આમિર ખાને તેની ખરાબ આદતો વિશે જણાવ્યું. નાનાએ આમિરને પ્રશ્ન પૂછ્યો કે શું તેને કોઈ ખરાબ આદતો છે? જેના જવાબમાં આમિરે કહ્યું- હું ખૂબ જ ઈનડિસિપ્લિન અને આળસુ છું, સમયસર ફિલ્મના સેટ પર જઉં છું, પ્રોફેશનલ લાઈફમાં ડિસિપ્લિનમાં રહું છું પરંતુ પર્સનલ જીવનમાં એકદમ આળસુ છું. હું હવે ખાલી સ્મોક કરું છું, દારૂ છોડી દીધો- આમિર
આમિરે વાતચીતમાં આગળ કહ્યું- હું સિગારેટ પીઉં છું, દારૂ મેં છોડી દીધો છે. પહેલા હું પણ દારૂ પીતો હતો. અગાઉ જ્યારે હું દારૂ પીતો હતો ત્યારે આખી-આખી રાત પીતો હતો. નાનાએ આમિરને અટકાવ્યો અને કહ્યું – આદત ખરાબ ત્યારે બની જાય છે જ્યારે તમે તેને વધારે કરો છો. હું જે પણ કરું છું, હમેંશા વધારે જ કરું છું- આમિર
આમિરે જવાબ આપ્યો – હા, મારી તકલીફ એ છે કે હું એક એક્સટ્રીમ વ્યક્તિ છું, હું જે પણ કરું છું, હું તે વધારે જ કરું છું. મને ખ્યાલ છે કે તે સારી આદત નથી. હું પોતે જાણું છું કે હું ખોટું કરી રહ્યો છું. પણ હું મારી જાતને રોકી શકતો નથી. મને ખરાબ ટેવો છે. જ્યાં સુધી ફિલ્મ ન આવે ત્યાં સુધી હું શિસ્તબદ્ધ નથી રહેતો. હું ફિલ્મો માટે સંપૂર્ણપણે શિસ્તબદ્ધ બની જાવ છું. નાના પાટેકરે આમિરને આપી સલાહ
આમિરનો જવાબ સાંભળીને નાનાએ તેને સલાહ આપી અને કહ્યું- ફિલ્મ આપણી દવા છે. હું તમને ફિલ્મો કરવાનું ચાલુ રાખવાની સલાહ આપું છું. આમિરે કહ્યું- મેં વિચાર્યું છે કે હવે હું વર્ષમાં એક ફિલ્મ કરીશ, હાલમાં મારી પાસે ત્રણ વર્ષમાં એક ફિલ્મ આવી રહી છે. હાલમાં જ નાનાની ફિલ્મ વનવાસ રીલિઝ થઈ છે
નાના પાટેકર પોતાની ફિલ્મ વનવાસને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં, તેણે એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, તેના બાળકો તેને ઘરની બહાર કાઢી મૂકે છે અને તેને બનારસની ગલીઓમાં ભટકતા છોડી દે છે. આ ફિલ્મમાં નાના પાટેકર ઉપરાંત ઉત્કર્ષ શર્મા, રાજપાલ યાદવ, અશ્વિની કાલસેકર અને સિમરિત કૌર પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. વનવાસ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આમિરની ફિલ્મ વર્ષ 2025માં આવશે
આમિર ખાનની વાત કરીએ તો તેણે તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. એક્ટર આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે. આ સિવાય તે ‘લાહોર 1947’ ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સની દેઓલ, આમિરના પુત્ર જુનેદ ખાન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં હશે.