back to top
Homeગુજરાતકલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં રેલી:બાબાસાહેબ આંબેડકરને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલી...

કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં રેલી:બાબાસાહેબ આંબેડકરને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલી ટિપ્પણી મુદ્દે આવેદનપત્ર આપી રાજીનામાની માગ કરી

કલોલ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરને લઈને ઉચ્ચારેલા શબ્દોને લઈને આજે કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાંથી રેલી કાઢી વિરોધ વ્યક્ત કરી કલોલ પ્રાંત અધિકારી આવેદન આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે કલોલ શહેરે કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દ્રારા દેશના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરને લઈ સંસદમાં કરેલા ઉચ્ચારણો વિરોધ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રજીનામાંની માગ તેમજ ડો બાબા સાહેબ આંબેડકરની માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાંથી નીકળી કલોલ શહેરના જાહેર માર્ગો પર થઈ કલોલ મામલતદાર કચેરીએ પહોંચી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર કલોલ શહેર કોંગ્રેસ નેતાઓ અને દલિત નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળે કલોલના પ્રાંત અધિકારી મયંકકુમાર પટેલને મળી આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જે બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ સંસદમાં કરેલા ઉચ્ચારણો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. આજે કલોલ શહેર કોંગ્રેસ ડો બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ સંસદમાં ઉચ્ચારણ કરનાર ગૃહમંત્રી અમિત શાહના વિરૂદ્ધ આવેદન પત્ર આપી તેમના રાજીનામાંની માગ કરી છે. તેમજ ડૉ બાબા સાહેબ વિરૂદ્ધ કરેલા ઉચ્ચારણો માફી માગવાની માગ આજે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી કરવામાં આવી છે. આગામી સમયમાં કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકમ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગ્રામ પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત બનવા પૂર્વ ધારાસભ્ય મેદાને
કલોલ વિધાનસભામાં અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર તેમજ કલોલ તાલુકા પંચાયત સત્તા ગુમાવ્યા પછી કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ થયેલા પક્ષ પલટા પછી નિષ્કિય બનેલી કોંગ્રેસ ફરી એકવાર સક્રિય બની છે. આજે કોંગ્રેસનાં ગઢ ગણાતી કલોલ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વધુમાં વધુ સરપંચો ચૂંટાયા તેને લઈને કોંગ્રેસ દ્રારા મજબૂતાઈથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને ઘણા લાંબા સમયથી કલોલમાં જાહેર કાર્યકમો કોંગ્રેસ નિષ્કિય રહી છે. પરંતુ આજે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર કલોલ શહેર કોંગ્રેસ દ્રારા આયોજીત કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહ વિરોધમાં કરવામાં આવેલ રેલીમાં ઉપસ્થિત રહી કોંગ્રેસના કાર્યકતાઓ ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણી કોંગ્રેસ મજબૂતાઈથી લડશે. કલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં જ માત્ર સરપંચો સત્તામાં છે. બાકીના ગામોમાં હાલ વહીવટદારો સતા સભાળી રહ્યા છે. જેના કારણે ગ્રામજનો અનેક સમસ્યાઓ સામનો કરવો પડે છે. પ્રજાના સમયસર કામો થતાં નથી. જે તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ આગામી સમય વિવિધ કાર્યકમો આયોજન કરી પ્રજા સમક્ષ જશે ફરી કલોલ વિધાનસભામાં કોંગ્રેસનો ગઢ મજબૂત બનાવશે તેમ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments