આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બીરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિધાર્થીઓ અને ABVPએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. ABVP અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાને શિષ્યવૃતિ મળવા પાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શિષ્યવૃતિ બંધ કરતાં 60 હજાર વિધાર્થીઓને સીધી અસર
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમા મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન આપવાના કારણે 60 હજાર વિધાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓ અને ABVP આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓ અને ABVPએ અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃતિ આપવા માટેની રજુઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે. સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે તે જોવું રહ્યું! હજુ ટ્રેલર છે, સાંજ પડતાં પડતાં પિંચર હજુ બાકી છે: ABVP
ABVPના પ્રાંત સહ મંત્રી દીપ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના જનજાતી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમણે કોલેજોમાં એડમિશન લઈ લીધું છે. તેમના વાલીઓને એવું હતું કે, વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે. હવે બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓની ફી અને તેમને લીધેલું એડિમિશન હવે મેનેજમેન્ટ કોટામાં ગણાશે. તેમની ફી સરકાર નહીં ભરે. આ મામલે વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું. મંત્રીને રજૂઆત કરી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે ABVP દ્વારા અહીં મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવી રહો છે. અને આતો હજુ ટ્રેલર છે, સાંજ પડતાં પડતાં પિંચર હજુ બાકી છે. તો પરિસરમાં બેઠેલા અધિકારીઓ માટે સ્પષ્ટપણે ચેતવણી કે પરિપત્ર રદ્દ કરો.