back to top
Homeગુજરાતગુજરાતમાં સૌથી મોટી પોલીસ લાઈન અમદાવાદમાં બનશે:ફર્નિચર સાથેના 920 મકાન, 13 માળના...

ગુજરાતમાં સૌથી મોટી પોલીસ લાઈન અમદાવાદમાં બનશે:ફર્નિચર સાથેના 920 મકાન, 13 માળના 18 ટાવર બનશે; નવા પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ

ગુજરાતમાં ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઈન અને તેના પરિવાર માટે સારી રહેવાની જગ્યા ખૂબ જ મહત્વની અને જરૂરી હોવાનું સરકાર દ્વારા ઘણા સમયથી વિચારણા કરવામાં આવી રહી હતી. જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળી રહે અને એક સારું જીવન તેઓ પરિવાર સાથે રહે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં બનનારા આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે અમને મકાનની અંદર ફર્નિચર સાથે મકાન ફાળવવામાં આવનાર છે. પોલીસ લાઈનમાં 13 માળના કુલ 18 ટાવર હશે
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળના કુલ 18 ટાવર બનવાના છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આગામી દિવસોમાં પોલીસ લાઈન અને નવા પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 920 પરિવાર આ પોલીસ લાઈનમાં રહેશે ​​​​​​
આ અંગે મળતી માહિતી પ્રમાણે, 920 મકાનમાં અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓને મકાન ફાળવવામાં આવશે. જેમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. 920 પરિવાર આ પોલીસ લાઈનમાં રહેશે અને ત્યાં જ બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. જે આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનો એક હશે. ડિસેમ્બરના અંતમાં ખાતમુહૂર્ત થઈ શકે
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ મહિનાના અંત સુધીમાં આ જગ્યાનું ખાતમુહૂર્ત થશે, જેના માટે સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મકાનમાં સહેજ પણ કચાસ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments