સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરીકોએ 16 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. આ કાર્યક્રમમાં કલેકટરએ જણાવ્યું હતું કે, આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેક્ટરએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે, સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે ઓનલાઈન જિલ્લા સ્વાગતમાં જોડાઈ શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે તો તેમણે રૂબરૂ ન બોલાવતા ઑનલાઇન તેમની રજૂઆત સાંભળવામાં આવશે. આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જમીન સર્વે,પ્લોટ ફાળવણી વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી કે.પી.પાટીદાર, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, પોલીસ વિભાગના પ્રતિનિધિ, અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.