back to top
Homeભારતતત્કાલ બુકિંગ સમયે જ IRCTCની વેબસાઈટ-એપ ઠપ:દેશભરમાં લાખો લોકો પરેશાન; ડિસેમ્બરમાં બીજી...

તત્કાલ બુકિંગ સમયે જ IRCTCની વેબસાઈટ-એપ ઠપ:દેશભરમાં લાખો લોકો પરેશાન; ડિસેમ્બરમાં બીજી વખત સર્વિસ ડાઉન

ભારતીય રેલવેનું ઈ-ટિકિટિંગ પ્લેટફોર્મ, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે (26 ડિસેમ્બર) ઠપ થઈ છે. તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જ આ સમસ્યા સર્જાતા દેશભરમાં લાખો લોકોને ટિકિટ બુકિંગમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટિકિટિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ 9 ડિસેમ્બરે 1 કલાક સુધી સર્વિસ બંધ રહી હતી. IRCTCની વેબસાઈટ પર લખેલા નોટિફિકેશન મુજબ, ‘મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે હાલમાં ઈ-ટિકિટિંગ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કૃપા કરીને પછી પ્રયાસ કરો.’ આ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘ટિકિટ/ફાઈલ TDR રદ કરવા માટે, કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 પર કોલ કરો અથવા etickets@irctc.co.in પર મેઇલ કરો.’ નોંધનીય છે કે સામાન્ય રીતે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 10 વાગ્યાનો છે. જ્યારે સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 11 વાગ્યાનો છે. પરંતુ આજે (26 ડિસેમ્બર) IRCTC ટિકિટિંગ પ્લેટફોર્મ બંધ થવાને કારણે દેશભરમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. IRCTC 1999માં ભારતીય રેલવેમાં જોડાઈ
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળનું ‘મિની રત્ન (કેટેગરી-1)’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. IRCTC ને 27 સપ્ટેમ્બર 1999ના રોજ ભારતીય રેલવેની શાખા તરીકે સામેલ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ સ્ટેશનો, ટ્રેનો અને અન્ય સ્થળોએ કેટરિંગ અને હોસ્પિટાલિટીનું સંચાલન કરવાનો છે. આ સાથે બજેટ હોટલ, સ્પેશિયલ ટૂર પેકેજ, માહિતી અને વ્યાપારી પ્રચાર અને વૈશ્વિક આરક્ષણ પ્રણાલીના વિકાસ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું છે. IRCTCની કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે. IRCTCની મુખ્ય સેવાઓ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments