અઝરબૈજાનનું વિમાન બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાની થોડી સેકન્ડ પહેલાં એક મુસાફરે બનાવેલો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ડરી ગયેલા અને નર્વસ મુસાફરો જોવા મળી રહ્યા છે, જેઓ બચવા માટે સતત દુઆ કરી રહ્યા હતા. આ દુર્ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિનો જીવ બચી ગયો છે. જોકે તેના માથા પર થોડી ઈજા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર એક વ્યક્તિએ આ પ્લેન ક્રેશ થયા બાદનું દૃશ્ય પોતાના ફોનમાં રેકોર્ડ કર્યું છે. કેબિનની અંદરની ખરાબ હાલત આ વીડિયોમાં જોઈ શકાય છે. ઘણા લોકો પ્લેનમાં પોતાની જાતને ઢસડાતા જોવા મળે છે. પ્લેનની અંદરના વિઝ્યુઅલમાં જોવા મળે છે કે સીટો સંપૂર્ણપણે તૂટેલી છે, બધો સામાન વેરવિખેર પડેલો છે. ઘટનાના અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનમાં લાગેલી આગ ઓલવાઈ રહી છે. આગ ઓલવાયા બાદ કેટલાક લોકો પ્લેનમાંથી બહાર આવી રહ્યા છે, જજેઓ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ પ્લેનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢતી જોવા મળે છે. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી
આ દુર્ઘટના પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ થઈ હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને તે બે ભાગમાં તૂટી પડ્યું હતું. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે અકસ્માત બાદ મુસાફરોના મૃતદેહો દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. ઘાયલો મદદ માટે ચીસો પાડતા જોવા મળ્યા હતા. પ્લેન ક્રેશનો સંપૂર્ણ વીડિયો… પ્લેન ક્રેશ સંબંધિત 2 થિયરી અને 3 સવાલો થિયરી… 1. પક્ષીઓની ટક્કરથી ઓક્સિજન સિલિન્ડર ફાટ્યુંઃ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનનો ઓક્સિજન સિલિન્ડર સાથે જ્યારે પક્ષી અથડાયો ત્યારે વિસ્ફોટ થયો, જેના કારણે પ્લેન ક્રેશ થયું. જોકે, સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ફૂટેજમાં વિમાન ક્રેશ થયા બાદ જ આગ પકડતું જોવા મળે છે. તે પહેલા આગ કે ધુમાડો દેખાતો નથી. 2. તકનીકી ખામી: કઝાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ કેટલીક તકનીકી ખામીઓના એંગલથી પણ ક્રેશની તપાસ કરી રહ્યા છે. તેમજ સમગ્ર મામલે સુરક્ષા નિયમોના ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સવાલ… 1. જો પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી તો પ્લેન બીચ પર કેમ લેન્ડ થયું? 2. પાઈલટને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી કે નહીં. જો પરવાનગી આપવામાં આવી હતી તો પાઈલટે રનવેને બદલે બીચ પર કેમ લેન્ડ કર્યું? 3. જો પક્ષી અથડાવાને કારણે પ્લેનમાં ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું તો ક્રેશ થતાં પહેલાં પ્લેન એરપોર્ટની આસપાસ કેવી રીતે ચક્કર લગાવતું રહ્યું.? ક્રેશ પહેલાં પ્લેનની મૂવમેન્ટ એરપોર્ટ પર ચક્કર લગાવવાથી લઈને ક્રેશ સુધીના ફોટા અને વીડિયો… વિમાન સાથે પક્ષીની અથડામણ કેટલી ખતરનાક?
વિમાન સાથે અથડામણ પક્ષીઓ માટે ઘણી રીતે જોખમી છે. આમાં પક્ષીઓનું એન્જિનમાં ઘૂસવું, વિન્ડશીલ્ડ સાથે ટકરાવું અથવા વિમાનની પાંખ અને પૂંછડી સાથે ટકરાવું મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પક્ષીઓ એરક્રાફ્ટ એન્જિનને અથડાઈને એમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પંખાના બ્લેડ અથવા કોમ્પ્રેસરને નુકસાન પહોંચાડે છે. એના કારણે એરક્રાફ્ટનું એન્જિન બંધ થઈ જાય છે. 2009માં હંસનું ટોળું યુએસ એરવેઝ ફ્લાઇટ 1549ના એન્જિન સાથે અથડાયું હતું, જેના કારણે બંને એન્જિન ફેલ થઈ ગયાં હતાં. એના કારણે ફ્લાઈટને હડસન નદીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો પક્ષી વિન્ડશીલ્ડ સાથે અથડાય છે તો કાચ તૂટી જવાની શક્યતા હોય છે. એના કારણે પાઈલટ્સની દૃષ્ટિ પ્રભાવિત થઈ શકે છે અથવા ઈજા થઈ શકે છે. એના કારણે પ્લેન નિયંત્રણ બહાર જવાનો ભય છે. એ જ સમયે વિમાનના અન્ય ભાગો સાથે પક્ષીઓની અથડામણને કારણે વિમાનની એરોડાયનેમિક્સને અસર થાય છે, જેના કારણે તેઓ નિયંત્રણની બહાર જાય છે. ક્રેશ થયેલા પ્લેન એમ્બ્રેર 190 વિશે જાણો…
એમ્બ્રેર 190 એ બે જેટ એન્જિન ધરાવતું વિમાન છે. એનો ઉપયોગ પ્રાદેશિક હવાઈ જોડાણ માટે થાય છે. આ નેરો બોડી એરક્રાફ્ટ 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એની કોમર્શિયલ ફ્લાઈટ્સ 2005માં શરૂ થઈ હતી. અલગ-અલગ બેઠક વ્યવસ્થા અનુસાર એમાં મુસાફરો અને ક્રૂ-મેમ્બર સહિત 90થી 98 લોકો મુસાફરી કરી શકે છે. એમ્બ્રેર 190 જેટ બે ટર્બોફન એન્જિનથી સજ્જ છે, જેના કારણે એ 4000 કિમી જેટલું લાંબું અંતર કાપી શકે છે. બ્રાઝિલમાં પ્લેન ક્રેશમાં 10 લોકોનાં મોત: ઘર સાથે અથડાઈને દુકાન પર પડ્યું એરક્રાફ્ટ; 15 લોકોની હાલત ગંભીર બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં રવિવારે એક નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં હતાં. રોઇટર્સ અનુસાર, પ્લેન પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું અને એ જ બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ પછી નજીકની ફર્નિચરની દુકાનમાં અકસ્માત થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો… તુર્કીમાં ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર હોસ્પિટલ સાથે અથડાયું: બે પાઇલટ સહિત 4 લોકોનાં મોત, ગાઢ ધુમ્મસને કારણે થયો અકસ્માત તુર્કીના મુગલ પ્રાંતમાં રવિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઈલટ અને એક ડોક્ટર સહિત ચાર લોકોનાં મોત થયાં છે. મુઘલ ગવર્નર અબ્દુલ્લા એરીને એએફપીને જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે હેલિકોપ્ટર નજીકની હોસ્પિટલના ચોથા માળે અથડાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…