back to top
Homeદુનિયાબાંગ્લાદેશ સચિવાલયમાં આગ:6 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ; એક ફાયરકર્મીનું...

બાંગ્લાદેશ સચિવાલયમાં આગ:6 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ; એક ફાયરકર્મીનું મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના સેગુનબાગીચા વિસ્તારમાં આવેલા સચિવાલયમાં બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સૌથી પહેલા આગ સચિવાલયની બિલ્ડિંગ નંબર 7માં લાગી હતી. આ પછી આગ વિકરાળ બનીને ફેલાઈ હતી આગના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ટુકડીઓ ઘટનાસ્થળે મોકલી હતી. જો કે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની વધુ 10 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના મીડિયા સેલના અધિકારી શાહજહાં શિકદારના જણાવ્યા અનુસાર ફાયર વિભાગને બપોરે 1:52 વાગે આગની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો સવારે 1:54 વાગે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ રાત્રે 8.05 વાગે કાબુમાં આવી હતી. આગની તસવીરો….. ટ્રકની ટક્કરથી ફાયરકર્મીનું મોત ફાયર વિભાગે જણાવ્યું કે આગને કાબૂમાં લેતી વખતે એક ફાયરમેનને ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, તે ટેન્કરમાં પાઈપ લગાવવા જઈ રહ્યો હતો ત્યારે તેને બીજા ટેન્કરે ટક્કર મારી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું હતું. માર્યા ગયેલા ફાયરમેનનું નામ સોહનુર જમાન નયન છે. તે તેજગાંવ ફાયર સ્ટેશનમાં ફાયર બ્રિગેડનો કર્મચારી હતો. આ સિવાય અન્ય ફાયરમેન હબીબુર રહેમાનને પગમાં ઈજા થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments