વરાછા વિસ્તારમાં 11 ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકો ઊભા ન રહી સિગ્નલ તોડી નીકળી જતા હોય છે. આવા વાહનચાલકોની સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસે વરાછામાં મંગળવારે ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં એક દિવસમાં ટ્રાફિક સિગ્નલનું પાલન ન કરતા 763 વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં સિગ્નલ તોડવામાં સૌથી વધારે વાહનો ટુ વ્હીલર છે. હવે આવી જ રીતે ટ્રાફિક પોલીસ અન્ય વિસ્તારોમાં પણ વાહનચાલકો સિગ્નલ ભંગ કરતા હશે તો તેઓની સામે પણ આગામી દિવસમાં કાર્યવાહી શરૂ કરાશે. ટ્રાફિક પોલીસે કેટલાક વાહનચાલકોની પાસેથી સ્થળ દંડની કાર્યવાહી કરી હતી. જયારે અમુક ચાલકો પાસે રૂપિયાની વ્યવસ્થા ન હોય તેવાને ઈ-મેમો આપ્યો છે. વરાછાના આ સિગ્નલ પર સૌથી વધુ નિયમ ભંગ
1. વૈશાલી ત્રણ રસ્તા 2. બોમ્બે માર્કેટ 3. રચના સર્કલ
4. મીની બજાર 3 રસ્તા 5. LIC સર્કલ 6. હીરાબાગ
7. અંકુર ચાર રસ્તા 8. દેવજીનગર 9. ભવાની સર્કલ
10. ગૌશાળા સર્કલ 11. ઉમિયાધામ સર્કલ હોસ્પિટલ જવું છે, ઈમરજન્સીના બહાના
સિગ્નલ તોડતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે અટકાવ્યા હતા. જેના કારણે વાહનચાલકોએ અલગ અલગ પ્રકારના બહાના કાઢયા હતા. મારૂ ધ્યાન ન હતું, પીળી લાઇટમાં હતી, હોસ્પિટલમાં જવું છે ઈમરજન્સી છે, પૈસા નથી આવા બહાના કાઢયા હતા.