માંડવી તાપી નદી કિનારે રિવરફ્રન્ટ સાથે ધાર્મિક પ્રવૃત્તિ માટે પગથિયાંનો ઓવારો બનાવવામાં આવ્યો છે. આ જગ્યા પર ઘણા લોકો પૂજાપાની સામગ્રી સાથે પ્લાસ્ટિકનો કચરો નાખી જતા હોય છે. આ કચરાને જોઈને જેમનું હૃદય હચમચી ઉઠયું હતું એવી બે દીકરીઓએ ઢગલાઓ ભરી પ્લાસ્ટિકનો કચરો પાલિકાને સુપ્રત કર્યો હતો. માંડવી ખાતે કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ પાયલ વસાવા અને પૂજા વસાવા આજરોજ રજાના દિવસે તાપી કિનારે ફરવા ગયા હતા જ્યાં માંડવીના કહેવાતા ધાર્મિક લોકો દ્વારા માછલીને ખોરાક નાખવા તથા ઘરના મંદિરની પૂજાપાની સામગ્રી તાપી નદીમાં નાખવા માટે આવતા હોય છે અને જે પૂજાપાની સામગ્રી જે પ્લાસ્ટિકની બેગમાં લાવતા હોય છે એ પ્લાસ્ટિકની ખાલી બેગ પણ તાપી નદીના શુદ્ધ અને પવિત્ર જળમાં નાખી જતા હોય છે જેથી રિવરફ્રન્ટના પગથિયાવાળા ફુવારા પર જાણે ગંદકીનું સામ્રાજ્ય સ્થપાય જતું હોય છે. માંડવી કોલેજની બે વિદ્યાર્થીઓ કે જેઓone step for help foundation જોડાય સેવાના કામો કરતા આવ્યા છે. એમને આ તાપી નદીના શુદ્ધ અને પવિત્ર પ્રવાહમાં પ્લાસ્ટિકના કચરાને જોઈએ દુઃખી થયા હતા અને તાત્કાલિક પ્લાસ્ટિકની ખાલી બેગો લાવી તાપી નદીના પ્રવાહમાં રહેલો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરી ચાર પાંચ બેગો કચરાથી ભરી હતી અને નગરપાલિકાને કચરો સુપ્રત કર્યો હતો. આમ રજાનો ઉપયોગ તાપીના શુદ્ધિકરણ માટે કરી દીકરીઓએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટે સમયના સદુપયોગ માટેઅન્ય યુવાનોને પ્રેરણા આપી હતી. પર્યાવરણ પ્રેમીઓ તથા ધર્મપ્રેમી નગરજનોએ બંને છોકરીઓના પ્રયાસોને અને ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. One step for help foundation ના માધ્યમથી અનેક સેવાના કામો કરી આજે સમયના સદુપયોગ માટે વિચાર કર્યો અને તાપી કિનારે પહોંચી તાપીશુદ્ધિ અને પવિત્રતા માટે જોડાયા હતા.દેશના એક નાગરિક તરીકેની ભૂમિકા અદા કરી છે જે અમારી ફરજમાં હતું તે કાર્ય કરી ખુશી અનુભવી છે. નગરજનો સહિત સર્વને એક જ વિનંતી કે પ્લાસ્ટિકનો કચરો નદીમાં ન ફેકતા નજીકની કચરાપેટીમાં નાખી તપીમૈયાની ભક્તિમાં જોડાઈ ધન્યતા અનુભવીએ. તાપીમૈયાની પૂજા અર્ચના કરતા તાપી મૈયાને શુદ્ધ રાખીએ એ પણ મોટી ભક્તિ છે. પાયલ વસાવા અને પૂજા વસાવા