back to top
Homeગુજરાતયમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું:કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ; ખલાસીઓને...

યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું:કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ; ખલાસીઓને આજે સવારે 9:00 વાગ્યે પોરબંદર જેટી પર લાવવામાં આવશે

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. બચાવી લેવાયેલા તમામ ખલાસીઓને આજે સવારે 9:00 વાગે પોરબંદરની જેટી પર લાવવામાં આવશે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 26 ડિસેમ્બર 2024 ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધારે હરમના 09 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. સમુદ્રમાં ડૂબી ગયેલું આ યાંત્રિક સઢવાળું જહાજ MSV તાજ ધારે હરમ મુંદ્રાથી રવાના થયું હતું અને સોકોત્રા, યમન તરફ જતું હતું, દરમિયાનમાં આજે આ જહાજ ખરાબ સમુદ્રી મોસમ અને સમુદ્રમાં ઉઠેલી ભરતી ને લીધે ડૂબી ગયું હતું. આ ઘટના કોચગાર્ડના સર્વેલન્સ કરી રહેલા ડોનીયર એરક્રાફ્ટના ધ્યાને આવતા તેણે તુરંત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને પોસ્ટ ગાર્ડનાપ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ગાંધીનગરને ચેતવણી આપી હતી. કોસ્ટ ગાર્ડ દ્વારમા ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ કરી રહેલી કોચગાર્ડની શિપ શૂરને મદદ પૂરી પાડવા માટે રવાના કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. અને દરમિયાનમાં પોસ્ટગાર્ડનું શૂર શીપ સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાનમાં ડૂબી ગયેલા 9 ક્રૂ સભ્યોએ જહાજને છોડી દીધું હતું અને નાના લાઇફરાફ્ટમાં આશરો લીધો હતો. જે આજે બપોરે ચાર કલાકે પાકિસ્તાનની ટેરેટરીમાં પોરબંદરથી આશરે 311 કિમી પશ્ચિમમાં હતા. જેને કોસ્ટ ગાર્ડની શૂર શીપ પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 9 ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. બચાવી લેવાયેલા આ 9 કૃષભ્યોને પોરબંદરની જેટી તરફ લાવવામાં આવી રહ્યા છે અને આજે સવારે 9:00 કલાકે તેઓ પોરબંદર ની જેટી પર આવે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments