back to top
Homeમનોરંજનરણવીર અલ્હાબાદિયા ડૂબતાં-ડૂબતાં રહી ગયો:યુટ્યુબર ગોવામાં ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં સ્વિમિંગ માટે ગયો...

રણવીર અલ્હાબાદિયા ડૂબતાં-ડૂબતાં રહી ગયો:યુટ્યુબર ગોવામાં ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં સ્વિમિંગ માટે ગયો હતો, IPS ઓફિસરે બચાવ્યો જીવ

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ઘણીવાર કોઈને કોઈ પોડકાસ્ટને કારણે હેડલાઈન્સમાં રહેતો હોય છે. હાલમાં, રણવીર તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં વેકશન મનાવા માટે ગયો હતો. યુટ્યુબરે તેની ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે એક ખરાબ અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે તે ડૂબતાં-ડૂબતાં રહી ગયો હતો. એક IPS ઓફિસરના પરિવારે જીવ બચાવ્યો હતો. રણવીર અલ્હાબાદિયાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ દરમિયાન તેણે ઈમોજી વડે તેની ગર્લફ્રેન્ડનો ચહેરો છુપાવ્યો છે. આ તસવીરોની સાથે એક લાંબુ કેપ્શન પણ લખવામાં આવ્યું છે. રણવીર અલ્હાબાદિયા લગભગ ડૂબી ગયો હતો, IPSએ બચાવ્યો
રણવીર અલ્હાબાદિયાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે, આ મારા જીવનની સૌથી ખરાબ ક્રિસમસ હતી. હવે અમે એકદમ ઠીક છીએ. પરંતુ ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ, હું અને મારી ગર્લફ્રેન્ડ એક ખરાબ પરિસ્થિતિમાંથી બચી ગયા. અમને બંનેને દરિયામાં સ્વિમિંગ કરવું ગમે છે. હું નાનપણથી જ કરતો આવ્યો છું. પરંતુ ગઈકાલે અમે પાણીની અંદર ગયા હતા. જો કે મારી સાથે આ પહેલા પણ આવું બન્યું છે, પરંતુ ત્યારે મારી સાથે બીજું કોઈ નહોતું. એકલા તરીને બહાર આવવું સહેલું છે. પરંતુ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું ​​ખૂબ મુશ્કેલ છે. પરંતુ 5-10 મિનિટ સુધી સંઘર્ષ કર્યા પછી અમે મદદ માટે કોઈને પુકાર લગાવી. આ સમય અમારી નજીક તરી રહેલા 5 લોકોના પરિવારે અમને બચાવ્યા. અમે બંને સારા સ્વિમર છીએ, પરંતુ કેટલીકવાર પરીક્ષાનો સામનો કરવો પડે છે. કોણ છે રણવીર અલ્હાબાદિયાની ગર્લફ્રેન્ડ?
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની ચેનલનું નામ બીયર બાઈસેપ્સ છે. યુટ્યુબ પર તેના 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે માત્ર તેની પ્રોફેશનલ લાઈફ માટે જ નહી પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. રણવીરે તેની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી છે. જોકે તેનો ચહેરો બતાવવામાં આવ્યો નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે નિક્કી શર્માને ડેટ કરી રહ્યો છે. નિક્કી એક ટીવી એક્ટ્રેસ છે અને ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તે ‘શિવ શક્તિ’, ‘માઈન્ડ ધ મલ્હોત્રા’, ‘જન્મ જન્મ’ શોમાં જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments