આજે કલોલ તાલુકાનાં નારદિપુર ગામે 15 કરોડના ખર્ચ નવ નિર્માણ પામેલ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે વિદેશમાં વસતા NRI મોટી સંખ્યામાં આવ્યા છે. આ રામજી મંદિરના નિર્માણમાં નારદીપુરના વિદેશમાં વસતા નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે. જેઓના સન્માનનો કાર્યકમ આયોજન આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા આયોજકો દ્વારા આજે સાંજે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આ પ્રાણ પ્રતિષ્ઠા આયોજન સમિતિ આયોજકો દ્વારા સ્વામિનારાયણન ગુરુકુળ સાયન્સ સીટી અમદાવાદ તેમજ અન્ય સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં NRI સન્માન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું .