શીખ સમુદાયના 10માં ધર્મગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહીદીના વિશેષ દિવસ “વીર બાળ દિવસ” પર ભારતીય જનતા પાર્ટી વ્યારા નગર દ્વારા સી.એન.કોઠારી હોમયેપેથીક કોલેજ ખાતે “વિચાર ગોષ્ઠિ”નું આયોજન કરી વીરોનાં બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે સમગ્ર દેશમાં 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે માટે આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે. વડાપ્રધાનએ ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. ત્યારે આજ રોજ વ્યારાના હોમિયોપેથીક કોલેજ ખાતે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી વ્યારા દ્વારા વ્યારા શહેરના હોમિયોપેથીક કોલેજમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તાપી જીલ્લાના મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, કાર્યક્રમના મુખ્ય વક્તા મિલિકતસિંહ લોહિયા, વ્યારા નગરના નવનિયુક્ત પ્રમુખ પિંકલભાઈ પંચાલ, વ્યારા નગર ભારતીય જનતા યુવા મોરચા ના પ્રમુખ અને વીર બાળ દિવસ કાર્યક્રમના સંયોજક અક્ષયભાઈ પંચાલ, સહ સંયોજક વિશાલભાઈ પટેલ અને વ્યારા નગર યુવા મોરચાની ટીમ હાજર રહી હતી.