બોની કપૂરે તાજેતરમાં ભાઈ અનિલ કપૂર અને તેના એક્ટિંગ પ્રત્યેના શોખ વિશે વાત કરી હતી. તેણે કહ્યું છે કે અનિલ પહેલી ફિલ્મના શૂટિંગ માટે 2-3 દિવસ સુધી નાહ્યો ન હતો કારણ કે તે પોતાનો મેકઅપ ઉતારવા માગતો ન હતો. એબીપી સાથે વાત કરતા બોની કપૂરે કહ્યું- અનિલ હંમેશાથી એક્ટર બનવા માંગતા હતા. જ્યારે તે સ્કૂલમાં હતા ત્યારે તેમણે શશિ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. તે સમયે તે એટલો જુનૂની હતો કે તેણે 2-3 દિવસ સુધી નાહ્યો ન હતો. તે ઇચ્છતો ન હતો કે તેનો મેક-અપ દૂર થાય, તે બધાને બતાવા માગતો હતો કે તે એક્ટર બની ગયો છે. બોની કપૂરે કહ્યું- અનિલ હાઈટ વધારવા માટે પુલ-અપ્સ કરતો હતો
બોની કપૂરે આગળ કહ્યું- તેમણે (અનિલ કપૂર) ઘણો સંઘર્ષ કર્યો છે. તેમણે તેલુગુ અને કન્નડમાં ફિલ્મો કરી, તેમણે મણિરત્નમની પ્રથમ ફિલ્મમાં અભિનય કર્યો. તે ખૂબ મહેનત કરે છે. તે પોતાની હાઇટ વધારવા માટે પુલ-અપ્સ કરતો હતો. આ ફિલ્મમાં અનિલ રશ્મિકા સાથે જોવા મળશે
અનિલ કપૂર 45 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તે છેલ્લે 2024માં આવેલી ફિલ્મ ‘ફાઈટર’ માં જોવા મળ્યો હતો. આવનારા સમયમાં તે પ્રાઇમ વિડિયોની ફિલ્મ ‘સુબેદાર’માં જોવા મળશે, જેમાં તેની સાથે રશ્મિકા મંદાના છે, જે ફિલ્મમાં તેની પુત્રીનો રોલ કરી રહી છે.