સુરત શહેર આજે વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરો પૈકીનું એક છે. સુરત ઔદ્યોગિક એકમોને કારણે દેશભરમાં પોતાની અલગ અલગ ઊભી કરવામાં સફળ થયું છે, પરંતુ તેની સાથે સાથે અનેક વિવિધ ક્ષેત્રની અંદર અનેક સુવિધા હોવાથી દેશ અને વિદેશના લોકોનું ધ્યાન આકર્ષી શક્યું છે. વેધર કન્ડિશનથી લઈને ક્રિકેટ ગ્રાઉન્ડ પીચ ડે નાઈટ ક્રિકેટ રમી શકાય તેવી ફેસીલીટી વગેરે તમામ પાસાઓને તપાસતા અફઘાનિસ્તાનની ટીમ સુરતને પોતાનું ક્રિકેટ હબ બનાવી શકે તેવી શક્યતા છે. અફઘાનિસ્તાન સુરતને પસંદ કરી શકે
આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટમાં હવે અફઘાનિસ્તાન પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. વર્લ્ડ કપમાં પણ જે પ્રકારે અફઘાનિસ્તાનની ટીમને પર્ફોર્મન્સ આપ્યું હતું તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયું હતું. અફઘાનિસ્તાન પોતાનું ક્રિકેટ સુધારવા માટે હવે ભારતમાં કોઈ સારું સ્થાન શોધી રહ્યું છે. ઇન્ડિયાની અંદર એવું ક્રિકેટ સ્ટેડિયમ મળે કે જ્યાં તમામ પ્રકારની સુવિધા રહે પોતાના ખેલાડીઓ માટે પણ સુવિધાઓ મળી રહે તે માટે તેઓ શોધ કરી રહ્યા છે. વેધર કન્ડિશનથી લઈને ક્રિકેટ ગ્રાઉન્ડ પીચ ડે નાઈટ ક્રિકેટ રમી શકાય તેવી ફેસીલીટી વગેરે તમામ પાસાઓને તપાસતા અફઘાનિસ્તાનની ટીમ સુરતને પોતાનું ક્રિકેટ હબ બનાવી શકે છે. દેશના અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડની તપાસ કર્યા બાદ સુરતના ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પોતાની પસંદગી ઉતારી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરનો ક્રિકેટ સુરતમાં રમી શકાય
સુરતના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે, તાજેતરમાં જ બીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થયું હતું. સોશિયલ ફંક્શન માટે સુરત આવેલા ICCના ચેરમેન જય શાહ સુરતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મારી સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, સુરત ક્રિકેટને મારે ઘણું બધું આપવાની છે, આગામી દેશોમાં વધુમાં વધુ મેચ સુરત શહેરને મળે તે માટેની તમામ તૈયારી છે. સુરત દક્ષિણ ગુજરાતના ક્રિકેટને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાવાથી લઈ રહેવા સુધીની તમામ સુવિધા સુરતમાં
વધુમાં તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાન પોતાના ક્રિકેટને વધુ સારું કરવા માટે ભારતની અંદર સારું ગ્રાઉન્ડ અને સારી ફેસીલીટી મળે તે પ્રકારની વ્યવસ્થા શોધી રહ્યું છે. ત્યારે મારા તરફથી પણ પ્રયાસ થઈ રહ્યા છે કે, અફઘાનિસ્તાનની ટીમ સુરતને પોતાનું ક્રિકેટ હબ બનાવે તે માટે અફઘાનિસ્તાન મેનેજમેન્ટની ટીમ પણ સુરતની મુલાકાત આગામી દિવસોમાં લેશે. IPLમાં જે પ્રકારે ચેન્નઈ સુપર કિંગની ટીમે સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તૈયારી કરી હતી. ત્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલી થઈ ન હતી અને ખેલાડીઓ ખૂબ જ ખુશ હતા. અફઘાનિસ્તાનની ટીમ જો સુરતમાં આવે તો તેમને ઓછા ખર્ચે સારી ફેસીલીટી મળી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની પણ સેવા તેમને મળી શકે છે. તેથી સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ અફઘાનિસ્તાન ક્રિકેટનું હબ બની શકે તેવી પૂરી શક્યતા છે. ક્રિકેટ સ્ટેડિયમ સુવિધાઓથી સજ્જ
સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ આજે ક્રિકેટરો માટેનું પણ પસંદગીનું સ્થળ બની રહ્યું છે. IPLની ચર્ચા ચારેકોર થઈ રહી છે ત્યારે ગત વર્ષે ચેન્નઈ સુપર કિંગે IPL માટેની તૈયારી સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરી હતી. તેમના કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોનીએ પણ અંદાજે 20થી 22 દિવસ સુધી ટીમ સાથે સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ તૈયારી કરી હતી. સંપૂર્ણ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા પ્રેક્ટિસને લઈને કે રહેવા સહિતની તમામ ફેસિલિટી સુરત ખાતે સારી રીતે મળી રહી હતી. જેને કારણે IPLમાં ભાગ લેતી અન્ય ટીમોનું પણ ધ્યાન હવે સુરત તરફ જઈ રહ્યું છે. સુરતનું ક્રિકેટ સ્ટેડિયમ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જે છે એટલું જ નહીં, પરંતુ રહેવાથી લઈને અન્ય સુવિધાઓ પણ સુરતમાં ખૂબ જ સારી રીતે થઈ શકે તેમ છે.