શેરબજારમાં આજે એટલે કે 26મી ડિસેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ના ઉછાળા સાથે 78,800ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 23,830ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગના IPOનો છેલ્લો દિવસ આજે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના IPO માટે બિડિંગનો ત્રીજો અને છેલ્લો દિવસ છે. કંપનીના શેર 31 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 24 ડિસેમ્બરે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 67 પોઈન્ટના ઘટાડા સાથે 78,472 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 25 પોઈન્ટ ઘટીને 23,727ના સ્તરે બંધ થયો હતો. તેમજ, BSE સ્મૉલકેપ 205 પોઈન્ટની તેજી સાથે 55,023ના સ્તરે બંધ થયો. ક્રિસમસની રજાના કારણે 25મી ડિસેમ્બરે શેરબજાર બંધ હતું.