ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરાએ તાજેતરમાં જીવનના સૌથી ખરાબ તબક્કા વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે તેમની પ્રથમ ફીચર ફિલ્મ ‘સજયે મૌત’ બહુ સારું પ્રદર્શન કરી શકી ન હતી. જેના કારણે તે નિરાશ થઈ ગયા. તેમણે આત્મહત્યા કરવાનો પણ નિર્ણય લીધો હતો. પરંતુ તેમના પરિવારની ખાતર તેમણે પગ પાછાં ખેંચી લીધાં હતાં. ‘હું મોતથી એક ડગલું દૂર હતો, પણ મારા પરિવારના પ્રેમે મને રોક્યો’
NDTV સાથે વાત કરતા વિધુ વિનોદે કહ્યું- ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા, પરંતુ ઘણા વર્ષો પહેલા હું આત્મહત્યા કરી લેવાનો હતો. હું નિરાશ હતો અને લોનાવાલા હાઈવે પર ઊભો હતો, ચાલતી ટ્રકોને જોઈ રહ્યો હતો. હું મારા મોતથી એક ડગલું દૂર હતો. પરંતુ મારા પરિવારના પ્રેમે મને અટકાવ્યો. ફિલ્મની નિષ્ફળતાથી નિરાશ હતો
વિધુ વિનોદે વધુમાં જણાવ્યું કે આ ઘટના ફિલ્મ ‘સજાએ મૌત’ રિલીઝ થયા પછી બની હતી. 1981માં રિલીઝ થયેલી, આ ફિલ્મ FTII ડિપ્લોમા ફિલ્મ મર્ડર એટ મંકી હિલનું રૂપાંતરણ હતું, જેમાં નસીરુદ્દીન શાહ એક્ટર હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. વિધુએ કહ્યું- ખુશી પરિણામમાં નથી પરંતુ લડવામાં છે
આ વિશે તેમણે કહ્યું – હવે જે લોકો મને ઓળખે છે તે લોકોને આશ્ચર્ય થાય છે કે મેં પણ આવું કંઈક વિચાર્યું હતું અથવા આ તબક્કામાંથી પસાર થઈ ગયો હતો. પરંતુ તે કહેવું જરૂરી છે કે તે ઠીક છે. તમે તમારી લડાઈ લડો, કેટલાકમાં તમે જીતો છો, કેટલાકમાં તમે હારી ગયા છો. સુખ પરિણામમાં નથી પણ લડાઈ લડવામાં છે. વિધુ વિનોદ ચોપરાને ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ પછી તેમણે ‘મુન્નાભાઈ MBBS’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ અને ‘સંજુ’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો કરી. ત્યારબાદ 2020માં શિકારા સાથે 13 વર્ષ પછી દિગ્દર્શનમાં પરત ફર્યા અને પછી ફિલ્મ ’12th ફેલ’ કરી.