રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ ખુલ્લો મુકાશે. ગત વર્ષે આ શોમાં 43 સ્કલ્પચર અને સ્ટ્રક્ચર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેની સંખ્યા 61 કરાઈ છે. ફ્લાવર શૉને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. એન્ટ્રી ગેટ પર હાથીના બે સ્કલ્પચર લોકોનું સ્વાગત કરશે. આ ઉપરાંત 7 લાખથી વધુ રોપા ગોઠવી 400 ફૂટની કેનિયન વોલ બનાવાશે. મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ફોલ, કેનોપી ટ્રી, ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ હશે. 15 લાખથી વધુ ફૂલછોડ મુકવામાં આવશે. 15.10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
61 સ્કલ્પચર
મૂકવામાં આવશે 15 લાખ
દેશ-વિદેશના ફૂલછોડ જોવા મળશે 70 ફી
સોમવારથી શુક્રવાર
100 ફી
શનિવાર અને રવિવાર