back to top
HomeભારતMP-UP અને રાજસ્થાનમાં કરા-વરસાદનું એલર્ટ:ગુલમર્ગ કરતાં શ્રીનગર ઠંડુંગાર, પારો માઈનસ 6°; પોલીસે...

MP-UP અને રાજસ્થાનમાં કરા-વરસાદનું એલર્ટ:ગુલમર્ગ કરતાં શ્રીનગર ઠંડુંગાર, પારો માઈનસ 6°; પોલીસે લાહૌલ-સ્પીતિમાં ફસાયેલા 100 પ્રવાસીઓને બચાવ્યા

ઉત્તર ભારતમાં કોલ્ડવેવ યથાવત છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. IMDએ મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલના ભાગોમાં કરા પડવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે મધ્ય ભારત અને દિલ્હી-NCRમાં વરસાદ પડશે. પર્વતોમાં હિમવર્ષાને કારણે, શ્રીનગરમાં પારો માઈનસ 6° નોંધાયો હતો. શ્રીનગર ગુલમર્ગ કરતાં વધુ ઠંડુંગાર રહ્યું. અહીં તાપમાનનો પારો માઈનસ 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જોકે, શ્રીનગરમાં આ સિઝનમાં અત્યાર સુધી કોઈ હિમવર્ષા થઈ નથી. હિમાચલમાં હિમવર્ષા બાદ ત્રણ નાશનલ હાઈવે સહિત લગભગ 134 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કોક્સરમાં મહત્તમ 5.6 સેમી હિમવર્ષા થઈ હતી. લાહૌલ સ્પીતિ જિલ્લાનું તાબો સૌથી ઠંડું હતું. અહીં રાત્રિનું તાપમાન માઈનસ 10.6 ડિગ્રીથી નીચે રહ્યું હતું. લાહૌલ અને સ્પીતિમાં હિમવર્ષાની મજા માણવા આવેલા 100 જેટલા પ્રવાસીઓના વાહનો ફસાયા હતા. સેક્ટર 2માં તહેનાત જિલ્લા પોલીસની ટીમે લગભગ 20 વાહનોને બચાવ્યા અને પ્રવાસીઓને બરફથી ઢંકાયેલા વિસ્તારમાંથી બહાર કાઢ્યા. હવામાનની 3 તસવીરો… હિમાચલમાં હિમવર્ષા, 134 રસ્તાઓ હજુ પણ બંધ ત્રણ નેશનલ હાઈવે અટારી અને લેહ, કુલ્લુમાં સૈજથી ઓટ, કિન્નૌરમાં ખાબ સંગમ અને લાહૌલ-સ્પીતિમાં ગ્રમ્ફૂ સહિત કુલ 134 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર અનુસાર, શિમલામાં સૌથી વધુ 77 રસ્તાઓ બંધ છે, જ્યારે કુલ્લુમાં 25 રસ્તાઓ, લાહૌલ-સ્પીતિમાં 36 અને મંડીમાં 14 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવાર અને શનિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને શિમલામાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આગામી 3 દિવસનું હવામાન… 27 ડિસેમ્બર: 8 રાજ્યોમાં કરાનું એલર્ટ 28 ડિસેમ્બર: 2 રાજ્યોમાં કરાનું એલર્ટ 29 ડિસેમ્બર: એમપી-રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ રાજ્યોના હવામાન સમાચાર… રાજસ્થાન: આવતીકાલથી 27 જિલ્લામાં કરા અને વરસાદની શક્યતા, 3 દિવસ સુધી કડકડતી ઠંડી બુધવારે 3.8 ડિગ્રી તાપમાન સાથે માઉન્ટ આબુ સૌથી ઠંડું રહ્યું હતું. આગામી 24 કલાકમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે ગુરુવારે દિવસભર વાદળો રહેશે અને શુક્રવારે સ્પષ્ટ થશે. હવામાન વિભાગે રાજ્યના 27 જિલ્લામાં કરા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી કડકડતી ઠંડી પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments