બોટાદ SOG પોલીસે જિલ્લામાં હોટેલ ગેસ્ટહાઉસની સરપ્રાઈઝ ચેકીંગ કરીને 27 હોટેલ ગેસ્ટહાઉસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આગામી 31 ડિસેમ્બરને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડાની સુચના હેઠળ બોટાદ SOG PI મયુરધ્વજસિંહ જાડેજા અને SOG પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં અલગ-અલગ હોટેલ ગેસ્ટહાઉસ ની સરપ્રાઈઝ ચેકીંગ કરીને કાર્યવાહી કરી હતી. હોટેલ ગેસ્ટહાઉસમાં જાહેરનામાનો ભંગ બદલ 27 હોટેલ ગેસ્ટહાઉસ વિરુદ્ધ કરી કાર્યવાહી.31 ડિસેમ્બરને લઈને બોટાદ SOG પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિગ દરમ્યાનમાં CCTVનો અભાવ, નોંધણી રજીસ્ટ્રરનો અભાવ, રજીસ્ટર સર્ટીફિકેટનો અભાવ સામે આવ્યો હતો. બોટાદ SOG પોલીસે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશને મળી કુલ 27 હોટલ ગેસ્ટહાઉસના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે.