back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શુક્રવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો:નિફટી ફ્યુચર 23676 પોઈન્ટ ઉપર તેજી યથાવત...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શુક્રવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો:નિફટી ફ્યુચર 23676 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

ભારતીય શેરબજારમાં ગત બે સપ્તાહથી ભારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસ માર્કેટ ઘટાડે બંધ રહ્યા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સે ફરી 79000 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરએ પણ 24000 પોઈન્ટની સપાટી પાર કરી હતી. ફાર્મા, ઓટો, મીડિયા અને એફએમસીજી શેરોમાં ભારે ખરીદી અને મેઈન બોર્ડ ખાતે આજે પાંચ આઈપીઓનું લિસ્ટિંગ થયું હતું જેમાં મમતા મશીનરીએ અંદાજીત 147% પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું આ સાથે ડીએએમ કેપિટલનો ઈશ્યૂ 39%, સનાથન ટેક્સટાઈલ 29.64%, ટ્રાન્સરેલ લાઈટિંગ 35.45% અને કોનકર્ડ એન્વારો 18.69%ના પ્રીમિયમે લિસ્ટિંગ થતા બજારને ટેકો મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના બોન્ડની યીલ્ડ વધતાં રૂપિયા સહિત એશિયાની વિવિધ કરન્સીઓ પર નેગેટીવ અસર દેખાઈ હતી. નવા વર્ષમાં અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાની ગતી ધીમી પડશે એવી શક્યતાએ એશિયાની કરન્સીઓ સામે ડોલર મજબૂત બની રહ્યો છે. ડોલરનો આઉટફલો વધતાં તથા વેપાર ખાધ વધવા ઉપરાંત તાજેતરમાં ફોરેક્સ રિઝર્વમાં પણ પીછેહટ થતાં કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત, વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં તેજી જોવા મળતાં તેની અસર રૂપિયાના ભાવ પર જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.08% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.28% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, પાવર, એનર્જી, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, સર્વિસીસ, યુટીલીટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4088 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2026 અને વધનારની સંખ્યા 1948 રહી હતી, 114 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 1 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23992 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઇન્ટના પ્રથમ અને 23676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24088 પોઇન્ટથી 24133 પોઇન્ટ, 24202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51724 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52303 પોઇન્ટના પ્રથમ અને 52373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51606 પોઇન્ટથી 51474 પોઇન્ટ,51303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મુથૂટ ફાઈનાન્સ ( 2079 ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2033 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2017 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2103 થી રૂ.2113 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2130 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચસીએલ ટેકનોલોજી ( 1894 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1870 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1844 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1913 થી રૂ.1930 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ઈન્ફોસીસ લીમીટેડ ( 1930 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1973 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1909 થી રૂ.1888 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1980 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. હવેલ્લ્સ ઇન્ડિયા ( 1660 ):- રૂ.1688 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1694 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1633 થી રૂ.1616 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1707 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા….મિત્રો, વર્તમાન વર્ષમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૭૦૫ અબજ ડોલરની નવી ટોચે જોવા મળ્યું હતું, જો કે કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના અંતે દેશના એકંદર ફોરેકસ રિઝર્વમાં ટોચેથી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે. અમેરિકન ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ત્યારે વર્તમાન વર્ષના નવેમ્બરમાં સતત ૧૧માં મહિને રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદી જળવાઈ રહી હતી. વર્તમાન વર્ષમાં રિઝર્વ બેન્કે કુલ 72.60 ટન ગોલ્ડની ખરીદી કરી છે. સોનાની સતત ખરીદીને પગલે એકંદર રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો વધી 10%ને પાર કરી ગયો છે. ડિસેમ્બર માસના અંતે ફોરેકસ રિઝર્વનો આંક 652.86 અબજ ડોલર રહ્યો હતો જેમાં ગોલ્ડ રિઝર્વનો આંક 68.05 અબજ ડોલર રહ્યો હતો, જે કુલ રિઝર્વના 10.42% જેટલો થવા જાય છે. રાજકીય ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ નાણાંકીય કટોકટી સામે અર્થતંત્રને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરતા રહેવાનો વ્યૂહ અપનાવ્યો છે. એકંદર ફોરેકસ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વ વધારી રિઝર્વના ઘટકોને મજબૂત બનાવવાનો પણ હેતુ રહેલો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કે ડોલરની સતત વેચવાલી કરવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં સતત વેચવાલીને ધ્યાનમાં રાખતા દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments