સુરત ગોડાદરા કેશવપાર્ક સોસાયટી નજીક ડીજીવીસીએલની કામગીરી માટે રોડની નીચે ડ્રીલીંગ કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું અને આગ ભભૂકી ઉઠી હતી. ફુલ પ્રેશર સાથે ગેસનો ફ્લો નીકળતો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. 30 ફુટ જેટલી ઉંચી વિકરાળ જ્વાળાઓ ઉઠી હતી. નજીકના મકાનમાં રહેતા દંપતી તેમના બે બાળક સાથે નીચે ઉતરતા હતા તેઓ ગેસની જ્વાળામાં લપેટાઈ જતા ચારેય જણા ગંભીર રીતે દાઝયા હતા. ઘટના સ્થળે દોડી ગયેલી ફાયરની ટીમે ચારેયને સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્વાળાઓ બીજા માળ સુધી પહોંચતા મકાનમાં રહેતા પરિવારોએ પાછળના ભાગની બારી તેમજ ટેરેસ પર જઈ બીજા દાદરથી નીચે ઉતરી જીવ બચાવ્યો હતો. આ પરિવારો પૈકીના કેટલાક સભ્યોને સામાન્ય ઝાળ લાગી હતી. ફાયરની ટીમની સાથે સાથે જ ગુજરાત ગેસ કંપનીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગેસનો સપ્લાય બંધ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. નજીકની ચાર દુકાનો પણ આગમાં ખાખ થઇ ગઇ હતી. વડુ | નાળું તૂટતાં ઇંટો ભરેલું ટ્રેક્ટર પલટ્યું, બેનાં મોત નાયતા | વાગડોદ | વાગડોદથી પ્રજાપતિ ચેતનભાઈ ટ્રેક્ટરમાં ઇંટો ભરી કિમ્બુવા ગામે ઉતારવા જઈ રહ્યા હતા. વડુ પાસે દાંતીવાડા માઇનોર કેનાલનું નાળું અચાનક બેસી જતાં ટ્રેકટર ચોકડીમાં ખાબકયું હતું. જેમાં મજૂર વાલ્મિકી મહેશ,વાલ્મિકી ભીખાભાઈ મોતને ભેટયાં હતાં. અન્ય ત્રણ મજૂરોને વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિ.માં ખસેડયા હતા. સાબર | ડેરી પ્લાન્ટમાં બોઈલરમાં ગેસ લીકેજ, એકનું મોત હિંમતનગર | સાબર ડેરીમાં ગુરુવારે બોઇલરની સફાઈ કરવા ગયેલ ચાર યુવક ગેસ ગળતર થવાથી ગુંગળાયા હતા. યુવકોને સારવાર અર્થે આવિષ્કાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં કિરપાલસિંહ ગુલાબસિંહ મકવાણા (રહે.સાચોદરતા.હિંમતનગર)નું મોત થયું છે. સંજયસિંહ મનહરસિંહ મકવાણા, સુખન કાતુ મીંજ અને સંદીપ રાફેલ લાકરાને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા તેમની સારવાર ચાલુ છે.