જામનગર એરપોર્ટ વધુ એક વખત બોલિવૂડમય બન્યું હતું. સલમાન ખાન, સોહેલ ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝાના આવી પહોંચ્યા હતા. સલમાન ખાન પોતાના પરિવાર સાથે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે એનસીપીના તાજેતરમાં હત્યા થઈ એ બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો. બોલિવૂડ ફેમિલીનું એરપોર્ટ પર સ્વાગત
જામનગર એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડની નામાંકિત હસ્તીઓ આવી પહોંચી હતી, જ્યારે ભાઈજાન સલમાન ખાન તેના પરિવાર સાથે આવી પહોંચ્યા હતો અને ખાસ તેમની સાથે બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને રિલાયન્સ જવા રવાના થયા હતા. તેમ જ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન પણ એરપોર્ટ ખાતે સાથે આવ્યા હતા. રિતેશ દેશમુખ પરિવાર સાથે રિલાયન્સ ગ્રીનમાં રહેશે
તેમજ વધુમાં જામનગર એરપોર્ટ ખાતે લોકપ્રિય જોડી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતા અને રિલાયન્સ ગ્રીન ખાતે રવાના થયા હતા. ત્યારે સમગ્ર જામનગર એરપોર્ટની વાત કરી તો વધુ એક વખત જામનગર એરપોર્ટ બોલિવૂડમય બની ગયું હતું. બોલિવૂડના સ્ટાર સહિતની હસ્તીઓ જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને રિલાયન્સ ગ્રીનમાં પહોંચ્યા છે. છેલ્લા કેટલાક બોલિવૂડની સેલેબ્સ જામનગર આવી રહી છે.