આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ તુક્કલ- ચાઇનીઝ દોરી- માંઝાના વેચાણ, ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની દોરી કે તુક્કલનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે. નાયબ કલેક્ટર હસમુખ પ્રજાપતિએ પાટણ જિલ્લો દ્વારા ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા- 2023 ની કલમ-163 મુજબ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં તા. 24/12/2024 થી તા. 22/01/2025 સુધી સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં કોઇપણ સિન્થેટીક માંઝા, ચાઈનીઝ માંઝા,પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરી, ટોકિસક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરીની આયાત, પરીવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવો,અને આ પ્રકારના દોરાનો ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર. સિન્થેટીક માંઝા, ચાઈનીઝ માંઝા ,પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીનો જથ્થાબંધ,છુટક વેપાર કરવો કે કરાવવો તથા તેની ખરીદી કે વેચાણ કરવું કે કરાવવું. સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં આવા સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ)ના ઉત્પાદન, આયાત, પરીવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ કરવો કે કરાવવો.કોઈ પણ વ્યકિતને જાનનું જોખમ થાય તે રીતે જાહેરમાર્ગો, ફૂટપાથ તેમજ ભયજનક ઘાબા ઉપર પતંગ ઉડાડવા ઉપર.આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર.પ્રતિબંધ મૂક્યો છે. જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણી જનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર.શહેરમાં ટ્રફિકની સમસ્યાઓ ન સર્જાય તે માટે કપાયેલ પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડા, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટી, લોખંડ કે કોઇપણ ઘાતુના તારના લંગર બનાવી આમતેમ, શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર તેમજ ટેલીફોન કે ઇલેકટ્રીકના તાર ઉપર લોખંડ કઇપણ ઘાતુના તાર લંગર(દોરી) નાખવા ઉપર તેમજ તારમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર.કોઇપણ વ્યકિતઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ઘાસચારનું વેચાણ કરવા તેમજ જાહેર રસ્તા ઉપર ગાયો, પશુઓને ઘાસચારો નાખી ટ્રાફીક અવરોઘ ઉભો કરવા ઉપર. પ્રતિબંધ લગાવાયો છે. આ દિવસોમાં સવારના 6:00 થી 8:00કલાક તથા સાંજના 5:00થી 7:00કલાક દરમિયાન પક્ષીઓની સક્રિયતાના સમયમાં પક્ષીઓની ઇજા થતી નિવારવા આ સમયમાં પતંગ નહી ઉડાડવા જાહેર અપીલ કરવામાં આવે છે. આ જાહેરનામુ સમગ્ર પાટણ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.આ જાહેરનામું તા.24/12/2024થી તા. 22/01/2025 (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 તથા સંલગ્ન ધારાની જોગવાઇને આધીન સજાને પાત્ર થશે.