back to top
Homeગુજરાત'તમે ચાઈનીઝ ગેંગને 700 કરોડની ઠગાઈમાં મદદ કરી છે':EDના અધિકારીની ઓળખ આપી...

‘તમે ચાઈનીઝ ગેંગને 700 કરોડની ઠગાઈમાં મદદ કરી છે’:EDના અધિકારીની ઓળખ આપી ગાંધીનગરના વૃદ્ધને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી ટોળકીએ 7.85 લાખનો ચૂનો લાગ્યો

સામાન્ય નાગરિકોને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટની બીક બતાવીને ઠગાઈ કરતી ટોળકીએ ગાંધીનગરના 94 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવ્યા છે. ચાઈનીઝ ગેંગને રૂ.700 કરોડની ઠગાઈમાં મદદ કરી હોવાનો આરોપ લગાવી વૃદ્ધ પાસેથી રૂ.7.85 લાખની પડાવ્યા હોવાના મામલે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા સેકટર-8માં રહેતા 94 વર્ષીય ભગવતસિંગના મોબાઈલ નંબર પર 29 જુલાઈથી બીજી ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ બાઈલ નંબર પરથી વોટ્સએપ વીડિયો-વોઈસ કોલ આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને તેમના ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ તેમને હૈદરાબાદ પોલીસ સ્ટેશન લખેલો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ વીડિયો કોલ પર એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ઓળખ આપી એક વ્યક્તિએ વાત કરી હતી. પૂના ખાતે આવેલા ભગવતસિંગના બેંક એકાઉન્ટમાંથી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો થયા હોવાથી એરેસ્ટ વોરંટ મોકલવાની ચીમકી આપી હતી. વીડિયો કોલ પછી આવેલા મેસેજમાં એરેસ્ટ ઓર્ડર હતો અને તેના પર એન્પોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-હૈદરાબાદના સહી સિક્કા હતા. ત્યાર પછી બીજો લેટર સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ઈન્ડિયાના નામનો આવ્યો હતો. જેમાં ભગવતસિંગે ચાઈનીઝ ગેંગને રૂ.700 કરોડના ફ્રોડમાં મદદ કરી હોવાનું જણાવાયુ હતું. વીડિયો અને વોઈસ કોલથી વૃદ્ધને સતત બે દિવસ સુધી દબાણમાં રાખ્યા બાદ તેમને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના હેડિંગવાળો લેટર મોકલી અપાયો હતો. આ લેટરમાં વૃદ્ધના નામ ઉપરાંત આધારકાર્ડનો નંબર પણ હતો. કોર્ટમાં નાણાં જમા કરાવવાના નામે તેમની પાસે અલગ-અલગ બેંક ખાતામાંથી બીજી ઓગસ્ટ સુધીમાં રૂ.7.85 લાખ ભરાવવામાં આવ્યા હતા. પોતાના બેંક ખાતામાં પૂરતા નાણાં ન હોવાથી ભગવતસિંગે ફિક્સ્ડ ડીપોઝિટ તોડીને નાણાં જમા કરાવ્યા હતા. આ નાણાં જમા કરાવ્યા પછી ભગવતસિંગને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના હેડિંગવાળો લેટર મળ્યો હતો. આ લેટરમાં જણાવાયુ હતું કે, તેમણે આરટીજીએસ મારફતે જમા કરાવેલા રૂ.7.85 લાખ નેશનલ સિક્યુરિટી ટ્રસ્ટની દેખરેખ હેઠળ જમા કરાયા છે. આ લેટર પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનો સિક્કો અને સીબીઆઈના પબ્લિક પ્રોસિક્યુટરની સહી પણ હતી. આ લેટર મોકલાયા પછી તેમને મિલકત જપ્ત કરવાની ધમકી આપી સતત કોલ કરવામાં આવતા હતા. જેથી ભગવતસિંગને શંકા ગઈ હતી અને ડિજિટલ એરેસ્ટ કરનારી ટોળકીના અલગ-અલગ નંબર બ્લોક કરી દીધા હતા. આ સમગ્ર ઘટના બાબતે ભગવતસિંગે પોતાના ડ્રાઈવર ફિરોજ શોકતખાન પઠાણ સાથે વાત કરેલી હતી. જેથી પોલીસે ફિરોજના નિવેદનના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments