લિલિયા પંથકમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ હતી અને દિવસ દરમિયાન સૂર્યનારાયણનાં દર્શન થયાં નહોતાં. બૃહદ્ ગીર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસમાં હરણનાં ટોળાં ઉછળકૂદ કરતાં નજરે પડ્યાં હતાં. આવતી કાલ સુધી આ સ્થિતિ યથાવત્ રહે તેવી શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હોવા સાથે પવનની ગતિ પણ વધુ હોવાથી ઠંડીની તીવ્રતામા વધારો જોવા મળ્યો હતો. બૃહદ્ ગીર વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની છવાયેલી ચાદર વચ્ચે હરણનાં ટોળાં ઉછળકૂદ કરતાં નજરે પડ્યાં હતાં.