એક ગુજરાતી પરિવારનો માસિક ખર્ચ ગામડાં કરતાં શહેરમાં 72% વધુ છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સરવે 2023-24 મુજબ રાજ્યનાં શહેરોમાં એક પરિવારનો માસિક માથાદીઠ ખર્ચ રૂ.7,198 છે જ્યારે ગામડાંમાં આ ખર્ચ રૂ.4,190 રૂપિયા છે. એક વર્ષમાં ગુજરાતનાં ગામડાંમાં પરિવારનો માસિક માથાદીઠ ખર્ચ 10% વધ્યો છે. 2022-23માં ગામડાંમાં આ ખર્ચ રૂ.3,798 હતો. માસિક ખર્ચમાં શાકભાજી, ફળો, આરોગ્ય, શિક્ષણ જેવા ખર્ચ સામેલ છે. સરકાર દ્વારા મળતી નિઃશુલ્ક શિક્ષણ અને આરોગ્યની સેવાઓ તેમાં સામેલ નથી. છેલ્લાં 12 વર્ષમાં ગુજરાતનાં ગામડાં અને શહેરોમાં માસિક ખર્ચ અઢી ગણો થઇ ગયો છે. 2011-12માં ગામડાંમાં રૂ.1,536 અને શહેરમાં રૂ.2,581 માસિક ખર્ચ હતો. દેશનાં શહેરોમાં રૂ.7,078 અને ગામડાંમાં રૂ.4,247 માસિક ખર્ચ થાય છે. ઓગસ્ટ 2023થી જુલાઇ 2024 દરમિયાન ગુજરાતનાં 11 હજાર, દેશનાં 2.61 લાખથી વધુ પરિવારોમાં આ સરવે કરાયો હતો. ગુજરાતમાં 70.71 લાખ ગ્રામીણ અને 65.51 લાખ શહેરી પરિવારો હોવાનો અંદાજ; સરવેમાં સરકારી મફત આરોગ્ય-શિક્ષણ સિવાયના ખર્ચ સામેલ મહિનામાં આ તમામ ખર્ચ સામેલ
{ સરવેમાં પરિવાર દ્વારા થતાં અનાજ, દાળ, ખાંડ અને અન્ય કરિયાણું, શાકભાજી, ફળો, ખાદ્ય તેલ, વીજબિલ, પેટ્રોલ, શિક્ષણ, આરોગ્ય, ભાડું અને અન્ય પ્રકારની ટેક્સની ચુકવણી જેવા પ્રકારના ખર્ચ સામેલ છે. તમામ પ્રકારની ખાદ્ય અને બિનખાદ્ય વસ્તુઓ સામેલ છે. અહીં સરકાર દ્વારા મળતું નિઃશુલ્ક શિક્ષણ અને આરોગ્યની સેવાઓ સામેલ નથી. ગુજરાતમાં 70.71 લાખ ગ્રામીણ અને 65.51 લાખ શહેરી પરિવારો હોવાનો અંદાજ છે. ગુજરાત કરતાં અન્ય રાજ્યમાં વધુ ખર્ચ
{ દેશનાં મોટાં રાજ્યોમાં તમિલનાડુનાં શહેરોમાં માસિક રૂ.8,325, ગામડાંમાં રૂ.5,872 ખર્ચ કરે છે. શહેર અને ગામડાંમાં અનુક્રમે કર્ણાટકમાં 8,169, 5,068, કેરળમાં 7,834, 6,673, ઉત્તરપ્રદેશમાં 7,547, 5,123, મહારાષ્ટ્રમાં 7,415, 4,249, રાજસ્થાનમાં 6,640, 4,626, મધ્યપ્રદેશમાં 5,589, 3,522 અને બિહારમાં 5,165, 3,788 માસિક ખર્ચ થાય છે. દેશમાં સૌથી વધુ સિક્કિમનાં શહેરોમાં 13,965 અને ગામડાંમાં 9,474 રૂપિયા ખર્ચ થાય છે. સૌથી ઓછો છત્તીસગઢનાં ગામડાંમાં 2,739 અને શહેરોમાં 4,927 રૂપિયા ખર્ચ થાય છે. અડધો ખર્ચ ભોજન સિવાયની વસ્તુ પર
{ શહેરી પરિવારો કપડાં, ફૂટવેર, બેડ, મનોરંજન અને સગવડ માટેની તથા રોજના કામમાં આવતી વસ્તુઓ વસ્તુઓ પર 60% અને ગામડાંમાં 53% ખર્ચ કરે છે. શહેરોમાં કુલ ખર્ચના 7% ભાડાં પાછળ ખર્ચાય છે. ખાદ્ય ખર્ચમાં પ્રોસેસ ફૂડ અને ઠંડાંપીણાં પાછળ સૌથી વધુ ખર્ચાય છે. 1 વર્ષમાં ગામડાં અને શહેરોમાં માસિક ખર્ચ અનુક્રમે 9%, 8% વધ્યો.