back to top
Homeમનોરંજનપૂર્વ PM મનમોહન સિંહના નિધનને કારણે સલમાનની બર્થડે ગિફ્ટ મોકૂફ:આજે 'સિકંદર'નું ટીઝર...

પૂર્વ PM મનમોહન સિંહના નિધનને કારણે સલમાનની બર્થડે ગિફ્ટ મોકૂફ:આજે ‘સિકંદર’નું ટીઝર નહીં આવે, નવી તારીખ કરાઈ જાહેર

ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર સલમાન ખાનના જન્મદિવસના અવસર પર આજે રિલીઝ થવાનું હતું, પરંતુ હવે મેકર્સે તેની તારીખ આગળ વધારી દીધી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જોકે, મેકર્સે નવી તારીખ પણ જાહેર કરી દીધી છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. શોકની આ ઘડીમાં અમારી સંવેદના દેશની સાથે છે. આ સમજવા બદલ આભાર. આ પહેલા ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાન જોવા મળ્યો હતો. જો આપણે તેના લુક વિશે વાત કરીએ તો, એક્ટર ખૂબ જ દમદાર અવતારમાં જોવા મળ્યો હતો. આ પોસ્ટર દ્વારા ચાહકોને ફિલ્મના ટીઝર વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. ‘સિકંદર’ વર્ષ 2025માં રિલીઝ થશે
ફિલ્મ સિકંદર આવતા વર્ષે (2025) રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગદોસ દિગ્દર્શન કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જ્યારે સાજિદ નડિયાદવાલા તેના પ્રોડ્યૂસર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments