back to top
Homeગુજરાતબાળકની અપહરણ બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા:આરોપીએ કુરકુરે લઈ આપવાની લાલચ...

બાળકની અપહરણ બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા:આરોપીએ કુરકુરે લઈ આપવાની લાલચ આપી હતી, વાપીમાં મળેલી બાળકની લાશનું ફોરેન્સિક PM કરાવતાં ઘટસ્ફોટ

દક્ષિણ ગુજરાતમાં ભરૂચના ઝઘડિયામાં એક બાળકી પર દુષ્કર્મ બાદ આચરેલી બર્બરતાથી તેનું સારવારના 8મા દિવસે મોત થયું હતું. ત્યારે વલસાડના વાપીના છીરીમાં અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારાયો હતો, પોલીસે 26મી ડિસેમ્બરે મળેલી બાળકની લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી માસૂમ બાળકને 10 રૂપિયાનું કુરકુરે લઈ આપવાની લાલચ આપીને ઝાડીમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ તેને કુકર્મ આચરીને બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલાં બાળકનું અપહરણ થયું હતું
વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરે રાત્રે 9થી સાડાનવ વાગ્યા દરમિયાન બાળક ગુમ થયું હતું. મૂળ બિહારના ભાગલપુરના પરિવાર વરિયાવળ વિસ્તારમાં રણછોડનગરની ચાલીની બહાર તેમની નાની દુકાન જેવું છે. બાળક મોટા ભાગના સમયમાં માતા-પિતા સાથે રમતું હોય છે. બાળક ન મળતાં ચાલીમાં રહેતા પોતાના સગાં-વહાલાંના ઘરે તપાસ કરી હતી. જોકે રાત્રે કોઈ પોલીસ કમ્પ્લેન આપી ન હતી. બીજા દિવસની સવાર સુધી બાળક ન મળતાં 11 વાગ્યાના ગાળામાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. અપહૃત બાળકને શોધવા પોલીસે શોધખોળ કરી
બાળક આખી રાત મળ્યું નહિ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી અને એસીપી સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. આખા વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે રણછોડનગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિ સાથે બાળક ચાલતું જતું દેખાયું હતું. જે વિસ્તાર તરફ બાળક જઈ રહ્યું હતું, તે વ્યક્તિ સાથે એ વિસ્તારમાં આખો ઝાડીવાળો એરિયા, ખુલ્લું મેદાન હતું. આજુબાજુની કંપનીના મજૂરો અને સ્થાનિક લોકો, પોલીસે ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. બાળકની બીજા દિવસે લાશ મળી
SPએ દુઃખ સાથે જણાવ્યું હતું કે અનફોર્ચ્યુનેટલી બાળક મૃત હાલતમાં ઝાડીમાંતી મળ્યું હતું. ત્યાર બાદ એફએસએલ અને ડોગ-સ્ક્વોડને બોલાવી હતી. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ થયું અને ધારદાર હથિયાર વડે તેની હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું છે. એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો ઉમેરવામાં આવી છે. ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ હતી તેને રાત્રે ને રાત્રે જ પકડી પાડવામાં આવી હતી. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ, ભાગલપુર બિહારનો છે. આરોપી જ્યાં બાળક ગુમ થયું ત્યાં ઓરડી રાખીને રહે છે. તે અપરિણીત છે અને તેણે જ બાળકની હત્યા કરી છે. દુષ્કર્મ આચરવાના ઈરાદે તેને ઝાડીમાં લઈ ગયો હતો. દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. તેણે બાળકને 10 રૂપિયા નાસ્તો કરવા આપીશ એવી લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો. ઝાડીમાં ઊંચકીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. CCTV ફૂટેજને આધારે આરોપીને પોલીસે દબોચ્યો
પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ ઈસમ પાછળ બાળક જતું જોવા મળ્યું હતું. થોડીવાર બાદ શંકાસ્પદ ઈસમ એકલો પરત આવતાં CCTVમાં કેદ થયો હતો. જ્યારે નજીકની ઝાડી ચેક કરતાં ત્યાં હત્યા થયેલી હાલતમાં બાળકની લાશ મળી આવી હતી. વલસાડ પોલીસે લાશનો કબજો મેળવી લાશનું PM કરાવતાં બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. એને લઈને અપહરણની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી CCTV ફૂટેજના આધારે શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. એમાં પોલીસને સફળતા હાથ લાગી હતી અને આરોપી પકડાયો હતો. 25મી ડિસેમ્બરે બાળક કુરકુરે લેવા ગયો હતો
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતા એક પરિવારનો 7 વર્ષનો પુત્ર 25 ડિસેમ્બરની રાત્રે 9 કલાકે તેના પિતાની નાસ્તાની લારી ઉપરથી 10 રૂપિયા લઈને નજીકમાં આવેલી દુકાનમાં કુરકુરે લેવા જવાનું જણાવી ગયો હતો. એ બાદ બાળક પરત ન આવતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. રાતભર બાળકની તપાસ કર્યા બાદ બાળક ન મળતાં છેવટે 26 ડિસેમ્બરના રોજ બાળકના પરિવારે ડુંગરા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. શોધખોળને અંતે પોલીસને બાળકની ઝાડીમાંથી લાશ મળી
વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાપી DySP બીએન દવેના નેતૃત્વમાં ડુંગરા પોલીસની ટીમ અને વલસાડ LCB અને SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે નજીકમાં આવેલી ઝાડીઓમાં ચેક કરતાં બાળકની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે બાળકની લાશને PM માટે મોકલાવી હતી. લાશનું PM કરતાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments