back to top
Homeમનોરંજન'બિગ બી'ને ATM કાર્ડનો ઉપયોગ કરતા નથી આવડતું!:અમિતાભે કહ્યું- ન તો ક્યારેય ATM...

‘બિગ બી’ને ATM કાર્ડનો ઉપયોગ કરતા નથી આવડતું!:અમિતાભે કહ્યું- ન તો ક્યારેય ATM ગયો છું, ન તો કેશ હોય છે; હું જયાજી પાસેથી લઈ લઉં છું

અમિતાભ બચ્ચન તેમના શો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 16 માટે ચર્ચામાં છે. એક્ટરે હાલમાં જ જયા બચ્ચન સાથે જોડાયેલી એક ઘટના શેર કરી છે. તેમણે કહ્યું કે ATM કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અને ક્યારેય તેમની પાસે કેશ પણ રાખતા નથી. તેથી જ તે તેમની પત્ની પાસેથી કેશ માગે છે. ATM કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે મને આવડતું નથી- અમિતાભ બચ્ચન
આ એપિસોડમાં ‘ઈન્ડિયા ચેલેન્જર વીક’ની સ્પર્ધક પ્રિયંકા હોટ સીટ પર બેઠી હતી. શો દરમિયાન તેણે અમિતાભને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. પ્રિયંકાએ પૂછ્યું, ‘શું તમે ક્યારેય ATMમાંથી પૈસા ઉપાડ્યા છે અને તમારું બેલેન્સ ચેક કર્યું છે?’ આ સવાલના જવાબમાં અમિતાભ હસતા હસતા કહે છે – ‘ન તો ક્યારેય એટીએમ ગયો છું, ન તો મારી પાસે કેશ હોય છે, કારણ કે મને એટીએમનો ઉપયોગ કરતાં જ આવડતું નથી. પરંતુ જયા જી પાસે હંમેશા કેશ હોય છે, તેથી હું તેમની પાસેથી જ પૈસા માંગું છું. કન્ટેસ્ટન્ટ અમિતાભને ઘણા પ્રશ્નો પૂછ્યા
આ વાતચીતમાં કન્ટેસ્ટન્ટ પ્રિયંકાએ બીજો પ્રશ્ન પૂછ્યો, જ્યારે હું ઓફિસેથી ઘરે જાઉં છું, ત્યારે મમ્મી મને કોથમીર કે કંઈક લાવવાનું કહે છે? શું જયા મેડમ પણ તમને આ રીતે કહે છે? અમિતાભે હસીને કહ્યું, ‘બિલકુલ તે કહે છે, તે કહે છે કે પોતાને પણ ઘરે લઈ આવજો.’ અમિતાભ જયા બચ્ચન માટે ગજરો ખરીદે છે
અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચન વિશે પણ જણાવ્યું – જયાજીને ગજરો ખૂબ જ પસંદ છે, તેથી જ્યારે પણ નાના બાળકો રસ્તામાં ગજરો વેચવા આવે છે, હું તેમની પાસેથી ગજરો ચોક્કસ ખરીદું છું. ક્યારેક હું તે ગજરો જયાજીને આપું છું અથવા ક્યારેક મારી કારમાં રાખું છું, કારણ કે મને તેની સુગંધ પણ ગમે છે. કેબીસીની પ્રથમ સિઝન વર્ષ 2000માં આવી હતી
શો ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 16 સોની ટીવી પર ઓગસ્ટ 2024માં શરૂ થઈ છે. અમિતાભના આ શોની પ્રથમ સિઝન વર્ષ 2000માં ઓન એર થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments