ઉનાના દેલવાડા રોડ પર બે બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં બે યુવાનને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દેલવાડા રોડ પર આવેલ માતંગી હોટેલ પાસેના ભાગે બે બાઇક ધડાકાભેર સામ સામે અથડાતા નિલેશભાઈ વાઘેલા (ઉ.21. રહે.દેલવાડા તા.ઉના), વિજય હીરાભાઈ ખટાણા (ઉ.24.રહે છારા.તા.કોડીનાર)ને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. ઇમર્જન્સી 108 ને જાણ કરાતાં ઉના 1 અને નવાબંદર 108 એમ બંને ઍમ્બુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.